Jio સાથે કોન બનેગા કરોડપતિ રમી, જીતો શકો છો ઇનામ
જીયોના ફોન સાથે કોન બનેગા કરોડપતિ રમવા માટે શું કરશો. જાણો અહીં રજીસ્ટ્રેશનથી લઇને તમામ પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ.
જો તમે પણ અમિતાભ બચ્ચન સાથે કોન બનેગા કરોડપતિ રમીને આકર્ષક ઇનામ જીતવાની ઇચ્છા રાખો છો તો એક જોરદાર ઓફર જીયો તમારી માટે લઇને આવ્યો છે. રિલાયન્સ જીયો દ્વારા પણ તમે કોન બનેગા કરોડપતિની રમત રમી શકો છો. આ માટે એક ખાસ સુવિધા કરવામાં આવી છે. આ માટે તમારે કોન બનેગા કરોડપતિ ટીવી પર નહીં જોવું પડે પણ તમે ક્યારેય પણ આવું કરી શકશો જ્યારે તમે ઇચ્છો.

ખાસ એપ
રિલાયન્સ જીયોની જીયો ચેટ એપની મદદથી તમે પોતાના મોબાઇલ ફોન પર જ કોન બનેગા કરોડપતિ રમી શકો છો. આ માટે તમારી પાસે રિલાયન્સ જીયોનું સિમ કાર્ડ હોવું જરૂરી છે. અને તમારી પાસે 4જી હેન્ડસેટ પણ હોવો જરૂરી છે. ઉલ્લેખનીય છે કે આ રિલાયન્સ જીયો એપ ખાલી રિલાયન્સ જીયો નંબર પર જ ચાલે છે. તે પણ ઇન્ટરનેટ દ્વારા.

રજિસ્ટ્રેશન
આ માટે તમારે સૌથી પહેલા જીયો ચેટ એપ ડાઉનલોડ કરવાનું રહેશે. અને પછી તમારે રિલાયન્સ જીયોના નંબરની સાથે લોગિન કરવાનું રહેશે. આ પછી તમારી સામે Jio KBC Play Alonના વિકલ્પ પર ક્લિક કરવું પડશે. આ પછી તમારે કેટલીક જાણકારી આ એપમાં નાખવી પડશે. જાણકારી નાખ્યા પછી તમને કેબીસીનો આઇકોન દેખાશે. આ આઇકોન પર ક્લિક કર્યા પછી તમારી રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થશે.

કોન બનેગા કરોડપતિ
રજિસ્ટ્રેશન પછી જે સમયે ટીવીમાં કોન બનેગા કરોડપતિ શો આવશે. તે સમયે તમને જીયો ચેટ પર પણ સવાલ જોવા મળશે. જ્યાં સુધી તમે સાચો જવાબ આપો છો ત્યાં સુધી તમે આ ગેમમાં આગળ જાવ છો અને ખોટા જવાબ પર તમે ગેમની બહાર જાવ છો. તો શરૂઆતના 10 સવાલો માટે તમને 30 સેકન્ડનો સમય મળશે અને તે પછીના સવાલો સમય નિર્ધારિત નહીં રહે. જો કે તમારે તે વાતનું ધ્યાન રાખવું પડશે કે જ્યાં સુધી ટીવી પર કેબીસી આવશે ત્યાં સુધી જ જીયો ચેટમાં તમે આ સવાલ જવાબો આપી શકશો.












Click it and Unblock the Notifications
