આ રીતે મળે છે અમૂલની ફ્રેન્ચાઈઝી, કરી શકો છો લાખોની કમાણી

જો તમારે ધંધો કરવો છે, તો અમૂલ તમને તક આપી રહ્યું છે. દેશમાં અમૂલ દૂધ અને દુધની પ્રોડ્કટમાં જાણીતું નામ છે. તેની ફ્રેન્ચાઈઝી લઈને તમે સારો બિઝનેસ કરી શકો છો.

જો તમારે ધંધો કરવો છે, તો અમૂલ તમને તક આપી રહ્યું છે. દેશમાં અમૂલ દૂધ અને દુધની પ્રોડ્કટમાં જાણીતું નામ છે. તેની ફ્રેન્ચાઈઝી લઈને તમે સારો બિઝનેસ કરી શકો છો. તેની ફ્રેન્ચાઈઝી માટે ઓછા રોકાણ પર મહિને લાખોની કમાણી સહેલાઈથી થઈ શકે છે. અમૂલની દૂધની પ્રોડક્ટની માગ દરેક શહેર અને શહેરના તમામ વિસ્તારોમાં હોય છે. ત્યારે તમે અમૂલ ફ્રેન્ચાઈઝી લઈને સારી કમાણી કરી શકો છો. જો તમારી તમારા વિસ્તારમાં સારી ઓળખાણ છે તો પહેલા દિવસથી જ સારી કમાણી થઈ શકે છે. જો આવું નથી તો તમને ગ્રાહકો મેળવવામાં થોડો સમય લાગી શકે છે. પરંતુ પાછળથી સારી કમાણી કરી શકો છો. જો તમારે આવું કરવું છે તો ઓનલાઈન અરજી કરવી પડશે. અમૂલે ફ્રેન્ચાઈઝીના નિયમો અને શરતો વેબસાઈટ પર મૂક્યા છે, જેને વાંચીને તમે આ બિઝનેસમાં ઝંપલાવવા નિર્ણય કરી શકો છો. કંપની ફ્રેન્ચાઈઝી માટે કોઈની પાસેથી ન તો રોયલ્ટી લે છે ન તો નફામાં ભાગ. ત્યારે ફ્રેન્ચાઈઝીથી થતી તમામ કમાણી તમારી હોય છે.

સહેલાઈથી મળી શકે છે ફ્રેન્ચાઈઝી

સહેલાઈથી મળી શકે છે ફ્રેન્ચાઈઝી

અમૂલની ફ્રેન્ચાઈઝી લઈને બિઝનેસ શરૂ કરવો સહેલો છે. કારણ કે અમૂલના ગ્રાહકો વધારે છે અને શહેરના દરેક વિસ્તારોમાં તેની પ્રોડ્ક્સની માગ છે. અમૂલની દૂધની પ્રોડક્ટ તેના નામથી જ ફેમસ છે. ફ્રેન્ચાઈઝી લેનારે તેના પ્રચાર પાછળ ખર્ચ કરવાની જરૂર નથી. દેશના નાનામાં નાના શહેર સુધી તેની પહોંચ છે. ત્યારે મનાઈ રહ્યું છે કે અમૂલની ફ્રેન્ચાઈઝી લેવામાં કોઈ નુક્સાન થી. આ ઉપરાંત અમૂલ ફ્રેન્ચાઈઝી આપતા સમયે રોયલ્ટી કે પ્રોફીટ શેરિંગ નથી માગતી. એટલે ફ્રેન્ચાઈઝીથી થનારી તમામ આવક તમારી છે. આ ઉપરાંત અમૂલની ફ્રેન્ચાઈઝી લેવામાં વધુ રોકાણ નથી કરવું પડતું. તમે માત્ર 2 લાખ રૂપિયાથી છ લાખના રોકાણમાં જ સહેલાઈથી અમૂલની ફ્રેન્ચાઈઝી લઈને બિઝનેસ શરૂ કરી શકો છો.

અમૂલ આપે છે બે પ્રકારની ફ્રેન્ચાઈઝી

અમૂલ આપે છે બે પ્રકારની ફ્રેન્ચાઈઝી

અમૂલ બે પ્રકારની ફ્રેન્ચાઈઝી ઓફર કરે છે. એક છે અમૂલ આઉટલેટ. જેમં અમૂલ રેલવે પાર્લર કે અમૂલ કાયોસ્કની ફ્રેન્ચાઈઝી આપે છે. આ ફ્રેન્ચાઈઝી લેવા પર લગભગ 2 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડે છે. જેમાં નોન રિફંડેબલ બ્રાન્ડ સિક્યોરિટી તરીકે 25 હજાર લેવામાં આવે છે. રિનોવેશન માટે 1 લાખ, સાધનો માટે 75 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. આ ઉપરાંત અમૂલ આઈસ્ક્રીમ સ્કૂપિંગ પાર્લરની ફ્રેન્ચાઈઝ પણ આપે છે. તેની ફ્રેન્ચાઈઝી માટે વધુ રોકાણ કરવું પડે છે. આવી ફ્રેન્ચાઈઝી પાછળ 5 લાખનો ખર્ચ થાય છે. તેમાં બ્રાન્ડ સિક્યોરિટી માટે 50 હજાર રૂપિયા આપવા પડે છે. આ ઉપરાંત રિનોવેશન માટે 4 લાખ અને સાધનો માટે 1.50 લાખનું રોકાણ કરવું પડે છે.

જાણો ફ્રેન્ચાઈઝી લઈને કેટલી થઈ શકે છે કમાણી

જાણો ફ્રેન્ચાઈઝી લઈને કેટલી થઈ શકે છે કમાણી

અમૂલની ફ્રેન્ચાઈઝીથી દર મહિને 5થી 10 લાખનું વેચાણ તમે સહેલાઈથી કરી શકો છો. અમૂલની ફ્રેન્ચાઈઝી લેનારને દરેક પ્રોડક્ટ પર મિનિમમ સેલિંગ પ્રાઈઝ એટલે કે એમઆરપી પર કમિશન મળે છે. 1 મિલ્ક પાઉચ પર 2.5 ટકા, મિલ્ક પ્રોડક્ટ પર 10 ટકા અને આઈસક્રીમ પર 20 ટકા કમિશન મળે છે. તો અમૂલ આઈસ્ક્રીમ સ્કૂપિંગ પાર્લર ફ્રેન્ચાઈઝી ધરાવનાર લોકોને રેસિપી બેઝ્ડ આઈસક્રીમ, શૅક, પિઝા, સેન્ડવીચ, હૉટ ચોકલેટ ડ્રિંક પર 0 ટકા કમિશન મળે છે. આ ઉપરાંત પ્રી પેક્ડ આઈસ્ક્રીમ પર 20 ટકા અને અમૂલની પ્રોડક્ટ પર 10 ટકા કમિશન મળે છે.

જાણો ફ્રેન્ચાઈઝી માટે કેટલી જગ્યા છે જરૂરી

જાણો ફ્રેન્ચાઈઝી માટે કેટલી જગ્યા છે જરૂરી

અમૂલની ફ્રેન્ચાઈઝી ખોલવા માટે કંપનીએ જગ્યા અંગે શરત રાખી છે. જો તમે ફ્રેન્ચાઈઝી લેવા ઈચ્છો છો, તો તમારી પાસે 150 સ્કવેર ફૂટ જગ્યા જરૂરી છે. જો તમારી પાસે આટલી જગ્યા છે, તો તમને અમૂલની ફ્રેન્ચાઈઝી મળી શકે છે. આ ઉપરાંત અમૂલ આઈસક્રીમ પાર્લર માટે લઘુત્તમ 300 સ્ક્વેરફૂટની જગ્યા જરૂરી છે. અમૂલ ફ્રેન્ચાઈઝી આપવામાં આ શરતનું ફરજિયાત પાલન કરે છે.

આ રીતે કરી શકો છો અરજી

આ રીતે કરી શકો છો અરજી

અમૂલની ફ્રેન્ચાઈઝી લેવા માટે તમે ઓલાઈન અરજી કરી શકો છો. આ ઉપરાંત તમે ઈચ્છો છો [email protected] પર મેઈલ કરીને માહિતી મેળવી શકો છો. અમૂલ ફ્રેન્ચાઈઝીની તમામ માહિતી માટે તમે https://amul.com/m/amul-scooping-parlours આ લિંક પર ક્લિક કરી શકો છો. આ ઉપરાંત અમૂલ ફ્રેન્ચાઈઝીની માહિતી માટે તમે https://amul.com/m/amul-franchise-business-opportunity પર પણ ક્લિક કરી શકો છો.

આ પણ વાંચો: ટૂંક સમયમાં ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડે સેલ શરૂ થશે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X