For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મિનિમમ બેલેન્સનું કડવું સત્યઃ રોજ વસુલાઈ રહ્યા છે 9 કરોડ રૂપિયા

દેશની કરોડો બેન્ક ગ્રાહકો પાસેથી મિનિમમ બેલેન્સના નામે રોજ 9 કરોડ રૂપિયાથી વધુ વસુલ કરી રહી છે. આ આંકડા અનુમાન પર નથી, પરંતુ દેશની સંસદમાં મોદી સરકારે આપેલા આંકડા છે.

|
Google Oneindia Gujarati News

દેશની કરોડો બેન્ક ગ્રાહકો પાસેથી મિનિમમ બેલેન્સના નામે રોજ 9 કરોડ રૂપિયાથી વધુ વસુલ કરી રહી છે. આ આંકડા અનુમાન પર નથી, પરંતુ દેશની સંસદમાં મોદી સરકારે આપેલા આંકડા છે. સરકારે રાજ્યસભામાં કહ્યું કે દેશની 18 સરકારી બેન્ક અને 4 ખાનગી બેન્કોએ છેલ્લા ત્રણ વર્ષમાં 10 હજાર કરોડ માત્ર મિનિમમ બેલેન્સ ન રાખવા પર વસુલ્યા છે. આ ત્રણ વર્ષોમાં જ્યાં 4 મોટી ખાનગી બેન્કોએ લગભગ 3566 કરોડ રૂપિયાની પેનલ્ટી ખાતધારકો પાસેથી વસુલી છે, તો 18 સરકારી બેન્કોએ 6,155 કરોડ રૂપિયાની પેનલ્ટી વસુલી છે. આ સરકારી બેન્કોમાં SBI, બેન્ક ઓફ બરોડા, PNB જેવી 18 અને ખાનગી ક્ષેત્રની ICICI, HDFC જેવી 4 બેન્કો સામેલ છે. તમારી સાથે પણ આવું ન થાય તેના માટે મોટી બેન્કના મિનિમમ બેલેન્સ ચાર્જ જાણી લેવા જરૂરી છે, જેથી તમારે પેનલ્ટી ન ચૂકવવી પડે.

રાજ્યસભામાં સરકારે આપી માહિતી

રાજ્યસભામાં સરકારે આપી માહિતી

રાજ્યસભામાં નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે લેખિત જવાબમાં માહિતી આપી છે. બેન્કના બોર્ડ ગ્રાહકો પાસેથી કેટલી પેનલ્ટી લઈ શકે તેની બેન્કોને છૂટ આપવામાં આવી છે. બેન્કોને આ અધિકાર RBIએ આપ્યો છે. RBIના કહેવા પ્રમાણે બેન્કની સેવાઓની ફી માટે બોર્ડમાં પ્રસ્તાવ પસાર કરીને પોતાની મરજી અનુસાર ફી વસુલી સખે છે.

SBIના મિનિમમ બેલેન્સ ચાર્જ

SBIના મિનિમમ બેલેન્સ ચાર્જ

SBIમાં સેવિંગ બેન્ક અકાઉન્ટમાં ગ્રાહકોએ દર મહિને એક નક્કી મિનિમમ બેલેન્સ રાખવું પડે છે. SBIના ખાતાધારકોએ મેટ્રો અને અર્બન વિસ્તારોમાં 3 હજાર, સેમી અર્બન વિસ્તારોમાં 2 હજાર અને ગ્રામીણ વિસ્તારોમાં 1 હજાર રૂપિયા મિનિમમ બેલેન્સ રાખવું પડે છે.

HDFC બેન્કના મિનિમમ ચાર્જ

HDFC બેન્કના મિનિમમ ચાર્જ

HDFC બેન્કના ખાતાધારકોએ મેટ્રો અને અર્બન ક્ષેત્રમાં 10 હજાર રૂપિયા, સેમી અર્બન વિસ્તારોમાં 5 હજાર અને ગ્રામીણ વિસ્તારોમાં ત્રિમાસિક આધારે 2,500 રૂપિયા લઘુત્તમ બેલેન્સ રાખવું જરૂરી છે.

ICICI બેન્કના મિનિમમ બેલેન્સ

ICICI બેન્કના મિનિમમ બેલેન્સ

આ ઉપરાંત ICICI બેન્ક પોતાના ગ્રાહકોને મેટ્રો અને અર્બન વિસ્તારોમાં 10 હજાર રૂપિયા, સેમી અર્બન વિસ્તારોમાં 5 હજાર રૂપિયા અને ગ્રામીણ વિસ્તારોમાં 1999 રૂપિયા મિનિમમ બેલેન્સ મેઈન્ટેઈન કરવું ફરજિયાત રાખે છે.

બેઝિક સેવિંગ બેન્ક ડિપોઝિટમાં મિનિમલ બેલેન્સ જરૂરી નથી

બેઝિક સેવિંગ બેન્ક ડિપોઝિટમાં મિનિમલ બેલેન્સ જરૂરી નથી

RBIના દિશાનિર્દેશ પ્રમાણે બેઝિક સેવિંગ બેન્ક ડિપોઝિટ (BSBD) અકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ મેઈન્ટેઈન કરવું જરૂરી નથી. પ્રધાનમંત્રી જનધન યોજનાના માધ્યમથી ખોલાયેલા ખાતામાં પણ મિનિમમ બેલેન્સ જરૂરી નથી.માર્ચ 2019 સુધી દેશમાં 57.3 કરોડ બેઝિક સેવિંગ બેન્ક ડિપોઝિટ અકાઉન્ટ હતા. જેમાંથી 35.27 કરોડ જનધન ખાતા હતા.

English summary
know about minimum balance charges of different banks
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X