For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Parle G બિસ્કિટ વિશેની આ છે અજાણી વાતો

દેશની સૌથી મોટી બિસ્ટિક બનાવતી કંપની પારલે જી પર પણ મંદીની અસર દેખાઈ રહી છે. કંપનીની કેટેગરી હેડ મયંક શાહે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે પારલે જી કંપનીના સેલમાં ભારે ઘટાડો થયો છે

|
Google Oneindia Gujarati News

દેશની સૌથી મોટી બિસ્ટિક બનાવતી કંપની પારલે જી પર પણ મંદીની અસર દેખાઈ રહી છે. કંપનીની કેટેગરી હેડ મયંક શાહે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે પારલે જી કંપનીના સેલમાં ભારે ઘટાડો થયો છે, જેને કારણે ઉત્પાદન ઘટાડવું પડશે, જેના કારણે 8 થી 10 હજાર લોકોનો ઘટાડો કરવો પડી શકે છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે જો સરકાર મદદ નહીં કરે તો કંપની આટલા લોકોને તાત્કાલિક કાઢી શકે છે.

બાળપણથી કોઈ મોટો સ્કૂલ નહીં, ક્યૂરિયોસિટીથી કોઈ મોટો ટીચર નથી

બાળપણથી કોઈ મોટો સ્કૂલ નહીં, ક્યૂરિયોસિટીથી કોઈ મોટો ટીચર નથી

હાલ સરકાર આ મામલે શું પગલું લેશે તે તો સમય જ બતાવશે. પરંતુ તેમાં કોઈ શંકા નથી કે ભારતનું ભાગ્યે જ કોઈ ઘર હશે જ્યાં પારલે જી નહીં ખવાયા હોય. આજે ભલે પારલેજીનું વેચાણ ઘટ્યું હોય પરંતુ એ વાત નકારી ન શકાય કે બિસ્કિટ ખૂબ જ સસ્તા, સ્વાદિષ્ટ છે અને આખા ભારતમાં લોકપ્રિય છે. બાળપણથી મોટી કોઈ સ્કૂલ નથી અને ક્યૂરિયોસિટીથી મોટો કોઈટીચર નથી નો સંદેશ આપતા ઝૂંપડપટ્ટીથી લઈને પૈસાદાર લોકોની પહેલી પસંદ રહેલા આ બિસ્કિટ સાથે ઘણા લોકો જવાન થયા છે અને વૃદ્ધ થયા છે.

પારલે જીના પેકેટ પર છપાયેલી બાળકી કોણ છે?

પારલે જીના પેકેટ પર છપાયેલી બાળકી કોણ છે?

હંમેશા પારલે જી બિસ્કિટ પર છપાયેલી બાળકીના ફોટો અંગે ચર્ચા થતી રહેતી હોય છે કે આખરે આ બાળકી કોણ છે. કેટલાક દિવસ પહેલા તેને નીરુ દેશપાંડેના બાળપણનો ફોટો ગણાવાયો હતો. પરંતુ આ ફોટો કોઈ મોડેલ કે સેલિબ્રિટીનો નથી પરંતુ એક એનિમેટેડ પિક્ચર છે, જે 1979માં બન્યું હતું.

પારલે પ્રોડક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા બનાવાતા પારલે જી એટલે કે પાર્લે ગ્લૂકોઝ બિસ્કિટ ભારતના સૌથી વધુ લોકપ્રિય બિસ્કિટમાંના એક છે. પારલે જી સૌથી જૂની બ્રાંડમાંનું એક છે, સાથે જ તે સૌથી વધુ વેચાતી બિસ્કિટ બ્રાંડ પણ છે.

કંપનીનું સૂત્ર છે- જી માને જીનિયસ

કંપનીનું સૂત્ર છે- જી માને જીનિયસ

કંપનીનું સૂત્ર છે કે જીનો મતલબ જીનિયસ. પારલેજી નામ મુંબઈના એક વિસ્તાર વિલે પાર્લે પરથી લેવામાં આવ્યું છે, જે મૂળ પાર્લે નામના ગામ પર આધારિત છે. વીકિ પીડિયા પ્રમામે નેલસન સર્વેના રિપોર્ટમાં પારલે જી વિશ્વમાં સૌથી વધુ વેચાતું બિસ્કિટ છે. ભારતમાં ગ્લૂકોઝ બિસ્કિટની શ્રેણીમાં 70 ટકા માર્કેટ પર પારલે જીનો કબજો છે. બાદમાં નંબર આવે છે બ્રિટાનિા ટાઈગર અને ITC સનફીસ્ટનો

1929માં પારલે જી પાર્લે નામની નાની કંપની બની

1929માં પારલે જી પાર્લે નામની નાની કંપની બની

1929માં જ્યારે ભારતમાં બ્રિટિશર્સનું શાસન હતું ત્યારે પારલે જી પાર્લે પ્રોડક્ટ્સ નામની નાનકડી કંપનીનું નિર્માણ થયું. મુંબઈના વિસ્તાર પારલે જીમાં મીઠાઈ અને ચોકલેટ્સના ઉત્પાદન માટે નાનું કારખાનું બનાવાયું હતું. એક દાયકા બાદ ત્યાં બિસ્કિટનું ઉત્પાદન શરૂ થયું બાદમાં તે વિક્સીને ભારતની સૌથી મોટા ખાદ્ય ઉત્પાદન કંપની બની ગઈ.

પારલે જી બિસ્કિટ 4 રૂપિયા લઈને 50 રૂપિયા સુધીની આવે છે

પારલે જી બિસ્કિટ 4 રૂપિયા લઈને 50 રૂપિયા સુધીની આવે છે

આજે પારલે જી બિસ્કિટ 4 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધીની કિંમતનું આવે છે. આ કંપની સોસ, ચોકલેટ્સ કેક જેવી પ્રોડક્ટસ પણ બનાવે છે, પરંતુ હાલ આ તમામનું માર્કેટ બિસ્કિટ જેટલું નથી. આ કંપનીના બિસ્કિટ સમાજના દરેક વર્ગના લોકો પછી તે ગરીબ હોય કે કરોડપતિ, બાળક હોય કે વૃદ્ધ દરેક ખાય છે.

દુનિયાના ચોથા સૌથી વધુ વપરાશકર્તા ગ્રાહકો કરતા પણ વધું

દુનિયાના ચોથા સૌથી વધુ વપરાશકર્તા ગ્રાહકો કરતા પણ વધું

2009-10ના આંકડા પર ધ્યાન આપીએ તો પારલે જીનું વેચાણ દુનિયાના ચોથા સૌથી મોટા બિસ્કિટ વપરાશ કર્તા દેશ ચીન કરતા પણ વધુ છે. ભારતથી બહાર પારલે જી યુરોપ, બ્રિટન, અમેરિકા, કેનેડા વગેરેમાં મળે છે. પારલે જી એક જ એવું બિસ્કિટ છે જે ગામથી લઈ શહેર સુધી એક જ રેટ પર વેચાય છે.

આ પણ વાંચો: આ ચાર મોટા ઉદ્યોગો પર પડ્યો મંદીનો માર, વેચાણમાં થયો મોટો ઘટાડો

English summary
know about unknonn facts of parle g biscuit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X