For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1 ફેબ્રુઆરી 2020 પર ટકી લાખો કેન્દ્રીય કર્મચારીઓની નજર, થઈ શકે છે ખાસ એલાન

કેન્દ્રીય કર્મચારીઓને આશા છે કે નાણામંત્રી બજેટ 2020માં તેમના માટે ખુશખબરીનુ એલાન કરશે.

|
Google Oneindia Gujarati News

વર્ષ 2016ના સાતમા વેતન પંચની ભલામણોને અનુરૂપ પગાર વધારાની રાહ જોઈ રહેલ 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને લગભગ તેટલા જ પેન્શનધારકોને અત્યાર સુધી આનો લાભ મળી શક્યો નથી. આ કર્મચારીઓની આશાઓ હવે મોદી સરકારના બીજા કાર્યકાળના બીજા બજેટ પર ટકી છે. કેન્દ્રીય કર્મચારીઓને આશા છે કે નાણામંત્રી બજેટ 2020માં તેમના માટે ખુશખબરીનુ એલાન કરશે.

બજેટ 2020થી કેન્દ્રીય કર્મચારીઓને આશા

બજેટ 2020થી કેન્દ્રીય કર્મચારીઓને આશા

લાંબા સમયથી પગાર વધારાની રાહ જોઈ રહેલ લાખો કેન્દ્રીય કર્મચારીઓની નજર સામાન્ય બજેટ 2020 પર ટકી છે. મીડિયા રિપોર્ટસની માનીએ તો મોદી સરકાર પોતાના બજેટમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે રાહતભર્યા એલાન કરી શકે છે. એવામાં કેન્દ્રીય કર્મચારી બજેટ રજૂ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સની માનીએ તો નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટમાં 1.1 કરોડ કર્મચારીઓ અને પેન્શનધારકોને મોંઘવારી ભથ્થામાં વધારાની ભેટ આપી શકે છે. વળી, સાતમાં પગાર પંચની ભલામણોમાં સુધારાની માંગ કરી રહેલા કર્મચારીઓની બેઝિક સેલેરીમાં વધારાની પણ ઘોષણા કરવામાં આવી શકે છે.

ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો

ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો

મીડિયા રિપોર્ટ્સની માનીએ તો સરકાર ફિટમેન્ટમાં વધારો કરી શકે છે. કેન્દ્ર સરકાર ફિટમેન્ટ ફેક્ટરને 2.57 ટકાથી વધારીને 3.68 ટકા કરી શકે છે. આ વધારોનો લાભ લાખો કેન્દ્રીય કર્મચારીઓને મળશે. કર્મચારીઓની લઘુત્તમ સેલેરી 18000 રૂપિયાથી વધીને 21000 રૂપિયા સુધી કરવામાં આવી શકે છે. વળી, સરકાર મોંઘવારી ભથ્થામાં વધારાની ઘોષણા કરીને કર્મચારીઓની સેલેરીમાં 720 રૂપિયાથી લઈને 10000 રૂપિયા સુધીના વધારાની ભેટ આપી શકે છે.

મોંઘવારી ભથ્થામાં વધારો

મોંઘવારી ભથ્થામાં વધારો

સંભાવના છે કે મોદી સરકાર કેન્દ્રીય સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા વધારી શકે છે. નવા વર્ષના પહેલા છમાસિક H1 2020 એટલે કે જાન્યુઆરી 2020થી જૂન 2020માં મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવી શકે છે. આ આશા ત્યારે જાગી જ્યારે જુલાઈ 2019થી લઈને ઓક્ટોબર 2019 વચ્ચે મોંઘવારીના આંકડામાં 3 અંકનો વધારો થયો. એવામાં મોંઘવારી ભથ્થામાં 4% વધારાની આશા છે. આ વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓની સેલેરીમાં 720 રૂપિયાથી લઈને 10,000 રૂપિયા સુધીનો વધારો થશે કે જે અલગ અલગ રેંક મુજબ મળતી સેલેરીના હિસાબે અલગ અલગ હશે. માનવામાં આવી રહ્યુ છે કે સરકાર તરફથી આ એલાન બજેટ રજૂ થયા બાદ માર્ચની શરૂઆતમાં આનુ એલાન થઈ શકે છે. જ્યારે બજેટમાં કર્મચારીઓને આશા છે કે સાતમાં પગાર પંચની ભલામણ મુજબ લઘુત્તમ પગારમાં વધારાની જાહેરાત સરકાર કરશે.

આ પણ વાંચોઃ Union Budget 2020: સરળ ભાષામાં સમજો શું હોય છે બજેટ, જાણો આ શબ્દોનો અર્થઆ પણ વાંચોઃ Union Budget 2020: સરળ ભાષામાં સમજો શું હોય છે બજેટ, જાણો આ શબ્દોનો અર્થ

English summary
Know Central government employees expectations from Union Budget 2020.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X