જો મોદી સરકાર નહીં બની તો, શેર બજારમાં કંઈક આવી અસર થશે
હવે શેર બજારના શ્વાસ પણ લોકસભા ચૂંટણીને લઈ અટકેલા છે. સાત તબક્કામાં યોજાઈ રહેલી ચૂંટણીના 6 તબક્કા પૂરા થઈ ચૂક્યા છે અને રવિવારે એટલે કે 19 મે 2019ના રોજ છેલ્લા તબક્કાનું મતદાન યોજાશે.
હવે શેર બજારના શ્વાસ પણ લોકસભા ચૂંટણીને લઈ અટકેલા છે. સાત તબક્કામાં યોજાઈ રહેલી ચૂંટણીના 6 તબક્કા પૂરા થઈ ચૂક્યા છે અને રવિવારે એટલે કે 19 મે 2019ના રોજ છેલ્લા તબક્કાનું મતદાન યોજાશે. આ જ દિવસે એક્ઝિટ પોલ પણ આવશે. જો કે એક્ઝિટ પોલથી તો સરકાર નથી બનતી. પરંતુ એક્ઝિટ પોલ શેર બજાર પર જરૂર મોટી અસર કરી શકે છે. એટલે નિષ્ણાતોની સાથે સાથે લાખો રોકાણકારોના ધબકારા પણ વધી રહ્યા છે. જો કે નિષ્ણાતોનના મત પ્રમાણે એક સંભાવના સેન્સેક્સ 40 હજારને પાર જવાની છે, બીજી આશંકા શેર બજાર તૂટવાની છે. શેર બજારના નિષ્ણાતો મોદી સરકારને લઈ ત્રણ પ્રકારની શક્યતા વિચારી રહ્યા છે. પરંતુ સત્ય શું છે તેનો અંદાજ રવિવારે એક્ઝિટ પોલની સાથે આવશે, અને ચિત્ર તો 23 મેના રોજ જ સ્પષ્ટ થઈ જશે. સરકાર બનશે કે તૂટશે તેના અહેવાલની અસર શેર બજારમાં અપર સર્કિટ લાવે કે લોઅર સર્કિટ આવી ઘટનાઓ ભૂતકાળમાં પણ બની ચૂકી છે.

2009માં લાગી હતી અપર સર્કિટ
2009માં કોંગ્રેસના ગઠબંધનવાળી યુપીએ સરકાર બની હતી. આ ગઠબંધનની આ બીજી જીત હતી. આ જીત બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ બંનેમાં અપર સર્કિટ લાગી હતી. આ અપર સર્કિટ દિવસમાં 2 વખત લાગી હતી, કુલ મળીને સેન્સેક્સ 2099.21 પોઈન્ટ એટલે કે લગભગ 17.25 ટકા જેટલો વધ્યો હતો, જ્યારે નિફ્ટટી 636.40 પોઈન્ટ એટલે કે લગભગ 17.33 ટકા વધ્યો હતો.

મોદી સરકાર બની ત્યારે આવું હતું શેર બજાર
2014માં દેશમાં દાયકાઓ બાદ પૂર્ણ બહુમતની મોદી સરકાર બની. શેરબજારે આ સરકારનું ધમાકેદાર સ્વાગત કર્યું, પૂર્ણ બહુમતના અહેવાલની સાથે જ શેરબજારમાં રેકોર્ડ બ્રેક ઉછાળો નોંધાયો. પહેલીવાર શેરબજારે 25,000ની સપાટી ક્રોસ કરી. એ જ દિવસે શેર બજારનો સેન્સેક્સ 1470 પોઈન્ટ વધીને 25,375.63 પોઈન્ટ પર બંધ થયો હતો.

નિષ્ણાતોની નજરમાં મોદી સરકારની જીત હારનું આ છે ગણિત
19મેના રોજ એક્ઝિટ પોલ આવ્યા બાદ 23 મે 2019 સુધી મોદી સરકારની સ્થિતિ અંગે જાતભાતની ચર્ચાઓ થશે. પરંતુ નિષ્ણાતો મોદી સરકાર અંગે ત્રણ સંભાવના પર વિચાર કરી રહ્યા છે. પહેલી શક્યતા છે મોદી સરકાર પોતાની તાકાત પર જીતશે. બીજો મુદ્દો છે મોદી સરકાર તો બનશે, પરંતુ અન્ય પક્ષોની મદદ લેવી પડશે. નિષ્ણાતો એ શક્યતા પણ વિચારી રહ્યા છે કે મોદી સરકાર ન પણ રચાય. તો જાણીએ કે આ ત્રણેય સ્થિતિમાં શેરબજારનું વલણ કેવું રહી શકે છે.

મજબૂત મોદી સરકાર રચાઈ તો
શેરખાનના વાઈસ પ્રેસિડેન્ટ મૃદુલકુમાર વર્મા અને ચોઈસ બ્રોકિંગના પ્રેસિડેન્ટ અજય કેજરીવાલના કહેવા પ્રમાણે જો મજબૂત મોદી સરકાર બની તો સેન્સેક્સ આસાનીથી 40 હજારનો આંકડો ક્રોસ કરશે. આ ઉપરાંત વેપારીઓને લાગે છે કે મજબૂત મોદી સરકાર સુધારા માટે વધુ ઝડપથી કામ કરશે, જેના લીધે શેરબજાર પણ મજબૂત થશે.

નબળી મોદી સરકાર બની તો
જો મોદી સરકાર નબળી પડી એટલે કે અન્ય પક્ષના સમર્થન સાથે સરકાર બનાવી પડી તો કેટલાક સમય માટે શેરબજાર પર અસર દેખાઈ શકે છે. શેરખાનના વાઈસ પ્રેસિડેન્ટ મૃદુલકુમાર વર્માના કહેવા પ્રમાણે આવું થાય તો કેટલાક સમય માટે શેરબજાર સ્થિર રહેશે, પરંતુ ઘટાડો નહીં થાય. તો ચોઈસ બ્રોકિંગના પ્રેસિડેન્ટ અજય કેજરીવાલના મત પ્રમાણે શેરબજાર આ ફેક્ટરને પહેલા જ ડિસ્કાઉન્ટ કરી ચૂક્યુ છે. છેલ્લા કેટલાક દિવસથી શેરબજારમાં ઘટાડો એ જ સ્તર પર છે, જ્યાં મોદી સરકારને બહારના સમર્થનની જરૂર પડે. જો ચૂંટણી બાદ આવી સ્થિતિ સર્જાય તો શેર બજારમાં ઘટાડો નહીં નોંધાય પરંતુ તેજીની શક્યતા જરૂર ઓછી થશે.

જો મોદી સરકાર સત્તામાં ન આવી તો
શેરખાનના વાઈસ પ્રેસિડેન્ટ મૃદુલકુમાર વર્માના મત પ્રમામે શેર બજારમાં આ માન્યતા ધરાવતા લોકો પણ છે. શક્ય છે કે મોદી સરકાર ન પણ બને. જો આવું થશે તો શેર બજારમાં મોટો ઘટાડો સર્જાઈ શકે છે. ચોઈસ બ્રોકિંગના પ્રેસિડેન્ટ અજય કેજરીવાલનું માનવું છે કે ચૂંટણી બાદ આવી સ્થિતિ આવી શકે છે. પરંતુ જો આવું થશે તો તાત્કાલિક શેર બજારમાં મોટો ઘટાડો થઈ શકે છે, પરંતુ આ સ્થિતિ લાંબી નહીં ચાલે. અને નવી સરકારની નીતિ સામે આવતા જ શેર બજારની ચાલ નક્કી થશે. તેમના મત પ્રમાણે કોઈ પણ સરકાર શેર બજારની ઉપેક્ષા કરીને ન ચાલી શકે, આવી સ્થિતિમાં ચિંતા કરવા જેવું નથી.
-
અસમ, કેરળ અને પુડુચેરીમાં એકસાથે મતદાન, સમજો 296 બેઠકોનું ગણિત -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે











Click it and Unblock the Notifications
