આ છે તે 4 બેંકો, જે ઘર ખરીદવા માટે આપે છે સૌથી સસ્તી લોન

Posted By:
Subscribe to Oneindia News

જો તમે પણ સસ્તી હોમ લોન માટે તપાસ કરી રહ્યા છો તો આ આર્ટીકલ તમારા કામમાં આવી શકે છે. કારણ કે કેટલીક બેંકો છે જે સસ્તી હોમ લોન હાલ આપી રહી છે. હાલના સમયમાં પોતાની પાસે એક ઘર હોવું ખુબ જ જરૂરી છે. ત્યારે ઘર માટે નીચે મુજબ ચાર બેંકો સસ્તી હોમ લોન આપે છે. જે અંગે વિગતવાર જાણો અહીં. સાથે જ જો તમને આ લેખ કામનો લાગે તો શેયર કરવાનું ના ભૂલતા...

ભારતીય સ્ટેટ બેંક

ભારતીય સ્ટેટ બેંક

ભારતીય બેંક 8.35 ટકાના દરે હોમ લોન આપી રહી છે. કેટલાક સમય પહેલા એસબીઆઇએ હોમ લોન દરમાં કાપ મૂક્યો હતો અને 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. જે પછી નવા દર 8.35 ટકા છે. જો કે આ રેટનો ફાયદો ખાલી નવા આવેદનકર્તાને જ મળશે. 30 લાખ રૂપિયા સુધી હોમ લોન પર 8.35 ટકા અને 30 થી 75 લાખ રૂપિયા સુધીની હોમલોનમાં 8.50 ટકા અને 75 લાખ રૂપિયાથી વધુની હોમ લોનમાં 8.60 ટકા વ્યાજ મળે છે.

આઇસીઆઇસીઆઇ બેંક

આઇસીઆઇસીઆઇ બેંક

ભારતીય સ્ટેટ બેંકને ટક્કર આપવા માટે આઇસીઆઇસીઆઇ બેંકે પણ 8.35 ટકાના દરે હોમ લોન સેવા શરૂ કરી છે. તેમાં નોકરી કરતી મહિલાઓને ખાસ 8.35 ટકાના દરે લોન મળે છે. જ્યારે અન્ય લોકોને 8.40 ટકા દરે હોમ લોન મળી રહ્યું છે. આઇસીઆઇસીઆઇ બેંકની આ લોન ખાલી 30 લાખ રૂપિયા સુધીની લોન પર જ લાગુ થાય છે.

એચડીએફસી બેંક

એચડીએફસી બેંક

હાલમાં જ એચડીએફસી બેંક પણ હોમ લોનના દરમાં કાપ મૂક્યો છે. બેંકના નવા દર મુજબ 8.35 ટકા સુધીની હોમ લોન તમને મળી શકે છે. આ સેવા 30 લાખ સુધીની લોન માટે જ છે. જો કે આ સેવા પણ ખાલી નોકરીયાત મહિલાઓ માટે જ છે. અન્ય લોકો માટે 30 લાખ સુધીની લોન પર 8.40 ટકાના દરની લોન મળે છે. આ સિવાય 30 થી 75 લાખ રૂપિયાની લોન માટે 8.50 ટકા વ્યાજ દર મળે છે. ઉલ્લેખનીય છે કે બેંકના આ નવા દર 15 મેથી લાગુ કરવામાં આવ્યા છે.

એક્સિસ બેંક

એક્સિસ બેંક

16 મેથી એક્સિસ બેંક પણ નવા દર લાગુ કર્યા છે. આ નવા દર મુજબ એક્સિસ બેંકમાં તમને 8.35 ટકાના દર પર હોમ લોન મળશે. અને જો તમે સ્વરોજગાર કરતા હોવ તો હોમ લોન પર તમને 8.40 ટકા વ્યાજ ચૂકવવો પડશે.

English summary
know where is the cheapest home loan is available. Read here more.
Please Wait while comments are loading...