તમારી નવી 2000 રૂપિયાની નોટમાં છે આ 18 ખાસ ફિચર્સ, જાણો

Posted By:
Subscribe to Oneindia News

બઝારમાં આજથી 2000 રૂપિયાની નોટ બહાર પડી છે. બેંક પણ જે લોકો જૂની નોટ બદલાવી રહ્યા છે તેમને 2000 રૂપિયાની નવી નોટ મળી રહી છે. એટલું જ નહીં નવી નોટો સાથે લોકો ફોટો પાડીને પણ સોશ્યલ મીડિયા પર શેયર કરી રહ્યા છે.

Read Also: 500 અને 1000 રૂપિયાની નોટ બેંકમાં બદલવા જાવ છો? તો,આ જરૂર વાંચો

ત્યારે તમારી પાસે આવેલી 2000 રૂપિયાની આ નવી નોટની ખાસ વાતો શું તમે જાણો છો? સરકારે જાહેર કરેલી 2000 રૂપિયાની નવી નોટોમાં છે 18 ખાસ ફિચર્સ જે આ નોટને બનાવે છે ખાસ. ત્યારે આ નવી નોટમાં શું શું નવું છે જાણો અહીં....

2000 રૂપિયાની નવી નોટ

2000 રૂપિયાની નવી નોટ

બે હજાર રૂપિયાની આ નવી નોટ કંઇક આવી દેખાય છે. આમ તો તે 500 રૂપિયાની જૂની નોટ કરતા પણ પતળી અને સાઇઝમાં નાની છે પણ તેની અંદર ખાસ 18 ફિચર્સને જોડવામાં આવ્યા છે. તો જરા તમે પણ તમારી નવી 2000 રૂપિયાની નોટ સાથે આ ફિચર્સ સરખાવી જુઓ અને જાત ખાતરી કરી લો કે બધુ બરાબર છેને! વધુ જાણો આગળ

ગાંધીજીની જગ્યા બદલાઇ છે.

ગાંધીજીની જગ્યા બદલાઇ છે.

2000 રૂપિયાની નોટમાં ગાંધીજીનું સ્થાન બદલાયું છે. તેમને નોટની વચ્ચો વચ મૂકવામાં આવ્યા છે. નોંધનીય છે કે જૂની 500 અને 1000ની નોટમાં તે થોડાક સાઇડમાં હતા.

10 જગ્યા અંકોમાં લખાયું છે 2000 રૂપિયા

10 જગ્યા અંકોમાં લખાયું છે 2000 રૂપિયા

નોટમાં કુલ 10 જગ્યાએ અંકોમાં 2000 રૂપિયા લખવામાં આવ્યું છે. તેમાં ભારતીય પરંપરા સમેત અંગ્રેજી અંકોનો પણ સમાવેશ કરાયો છે. નોટનો રંગ જાંબુડી ગુલાબી રંગનો છે. જે તેનો અલગ અંદાજ બતાવે છે.

અનેક નવા ફિચર્સ

અનેક નવા ફિચર્સ

નોટમાં અનેક સિમ્બોલનો ઉપયોગ કરીને 2000 રૂપિયાને અલગ અલગ રીતે લખવામાં આવ્યા છે. સફેદ રંગના બિંદુઓ, સાઇડમાં લીટીઓથી તેને અલગ રીતે રજૂ કરવામાં આવી છે.

મંગળયાનની તસવીર

મંગળયાનની તસવીર

નોટની પાછળ મંગળયાનની તસવીર છે. તો નોટની નીચે પણ અંગ્રેજી અને હિન્દીમાં મંગળયાન લખવામાં આવ્યું છે. નોટના ઉપરના ભાગમાં કેટલાક પરંપરિક સિમ્બોલ છે. તો સાથે જ સ્વચ્છ ભારત અભિયાનનું પ્રતીકરૂપ ગાંધીજીના ચશ્મા પણ છે. સાથે જ બોલ્ડ અક્ષરોમાં ભારતીય રિઝર્વ બેંક પણ લખવામાં આવ્યું છે.

14 અનોખા બોક્સ

14 અનોખા બોક્સ

નોટની નીચેની તરફ 14 અનોખા બોક્સ બન્યા છે. જેમાં હાથી, મોર અને ફૂલના ચિત્રો બનાવવામાં આવ્યા છે. આ ત્રણેય ચિત્રો એક પછી એક ક્રમમાં રિપિટ થાય છે.

ખાસ ધ્યાન આપો!

ખાસ ધ્યાન આપો!

નોટની ડાબી બાજુએ આ સફેદ ડોટ્સ પણ ખાસ રીતે બનાવવામાં આવ્યા છે. વળી ગુલાબી અને સફેદ રંગમાં 2000 રૂપિયા લખવામાં આવ્યું છે. પાસે જ 2000 રૂપિયા ફરીથી લખવામાં આવ્યું છે.

English summary
know your rs 2000 currency note 18 new features.Read here
Please Wait while comments are loading...