For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : મ્યુચ્યુઅલ ફંડના KYCમાં કેવા ફેરફારો થયા?

|
Google Oneindia Gujarati News

મ્યુચ્યુઅલ ફંડના નો યોર કસ્ટમર (કેવાયસી - KYC) ફોર્મમાં સુધારો કરવામાં આવ્યો છે. આ કારણે આપે આપની વ્યક્તિગત માહિતી અલગ ફોર્મમાં આપવાની રહે છે. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી - SEBI)એ જે જરૂરિયાતને દર્શાવી છે તેમાં વ્યક્તિએ પોતાની આવકની માહિતી અલગ ફોર્મ ભરીને આપના ફંડ હાઉસમાં આપવાની રહેશે તેવો નિર્દેશ આપ્યો છે.

સેબી દ્વારા આ ખાસ બદલાવ ગયા વર્ષે ડિસેમ્બરમાં કરવામાં આવ્યો હતો. આ ફેરફાર પહેલા નામ, સરનામુ, વાર્ષિક આવક, કુલ સંપત્તિ અને આપ રાજકારણ સાથે સંકળાયેલા છો કે નહીં વગેરે જેવી વિગતો કેવાયસી ફોર્મમાં જ ભરવાની રહેતી હતી.આ કારણે કેવાયસી ફોર્મ લાંબુ બની ગયું હતું. સાથે જ આ ફોર્મ કેવાયસી રજિસ્ટ્રેશન એજન્સી (કેઆરસી - KRC) પાસે રહેતુ હતું.

kyc

સેબીને લાગ્યું કે કેવાયસી ફોર્મમાં ફેરફાર કરવાની જરૂર છે કારણ કે આવકનું પ્રમાણ અને રોકાણકાર રાજકારણ સાથે સંબંધ ધરાવે છે કે નહીં તે માહિતી કેવાયસી ફોર્મ સાતે સુસંગત કરકવાની હતી. જો કે રોકાણકારની આવક અંગેની વિગતની જરૂર ફંડ હાઉસને છે કારણ કે તે એ તપાસ કરે છે કે રોકાણકાર તેની આવકના પ્રમાણમાં રોકાણ કરવા સક્ષમ છે કે નહીં.

ફંડ હાઉસને રોકાણકારની આવકનું પ્રમાણ જાણવાની જરૂર એટલા માટે છે કે તેણે શંકાસ્પદ નાણાકીય વ્યવહારોનો રિપોર્ટ ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટને નિયમિત રીતે મોકલવાનો હોય છે. ત્યાં રોકાણકારની આવક કેટલી છે તે જાણવાની જરૂર રહે છે. ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ આ વ્યવહારોનું વિશ્લેષણ કરે છે અને શંકાસ્પદ વ્યવહાર સંબંધિત અન્ય ક્ષેત્રોને તે અંગેની જાણ કરે છે.

આ કારણે હવેથી કેવાયસી ફોર્મ બે ભાગોમાં મળશે. પાર્ટ 1 અને પાર્ટ 2. પાર્ટ 1એ મુખ્ય ભાગ છે. જ્યારે પાર્ટ 2માં બાકીની અન્ય વિગતો ભરવાની હોય છે. રોકાણકારની આવક સંબંધિ માહિતી પાર્ટ 2માં ભરવાની હોય છે. આ કારણે આપે કેવાયસી ફોર્મ ભરતા સમયે આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે કે આપ આપની આવક સંબંધિત વિગતો પાર્ટ 2માં ભરો.

English summary
KYC forms in Mutual Funds undergo a change; Individuals need to fill the right one.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X