વૉલમાર્ટ વિરુધ્ધ કેસ દાખલ : ભારતે ચેતવાની જરૂર?

walmart
ન્યુ યોર્ક, 23 ઑક્ટોબર : ભારતમાં રિટેલમાં એફડીઆઇને મંજૂરી આપ્યા બાદ ભારતી રિટેલમાં વૉલમાર્ટ સાથે જોડાણ કરવા જઇ રહી છે ત્યારે વૉલમાર્ટ સામે કર્મચારીઓને તેમના હક નહીં આપવા સામે નોંધાયેલા કેસથી ભારતમાં ઉભી થનારી રોજગારીમાં કર્મચારીઓની સ્થિતિ વિશે અનેક ચર્ચાઓ શરૂ થઇ છે.

વિશ્વમાં રિટેલ ક્ષેત્રની સૌથી મોટી કંપની વૉલમાર્ટ વિરુધ્ધ એક કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં દાવો કરવામાં આવ્યો છે કે કંપની અને તેને કર્મચારી ઉપલબ્ધ કરાવનારી એજન્સીઓએ સંઘ દ્વારા નક્કી કરવામાં આવેલા લઘુત્તમ વેતનદરનું ઉલ્લંઘન કર્યું છે. આ ઉપરાંત કંપની પર આરોપ છે કે તેણે કર્મચારીઓને વહેલા બોલાવ્યા અને મોડા છોડ્યા હતા.

આ ઉપરાંત એવો આરોપ પણ લગાવવામાં આવ્યો છે કે કર્માચારીઓને ભોજન અને આરામ કરવાનો સમય આપવામાં આવ્યો ન હતો. ઇલિયોનોસના પૂર્વ વિસ્તારમાં આવેલી અમેરિકાની જિલ્લા અદાલતમાં દાખલ કરવામાં આવેલા કેસમાં કહેવામાં આવ્યું છે વૉલમાર્ટને કર્મચારીઓ ઉપલબ્ધ કરાવનારી કંપની લેબર રેડી અને ક્યુપીએસ બંને એજન્સીઓએ કર્મચારીઓને પૂરતી માહિતી આપી ન હતી.

વૉલમાર્ટે કર્મચારીઓના કામકાજના સમયનો યોગ્ય રેકોર્ડ રાખ્યો ન હતો. આ કારણે કર્મચારીઓને કામના કલાકોનો હિસાબ રજૂ કરવામાં મુશ્કેલી થઇ રહી છે જેના કારણે એજન્સીઓએ તેમને કરેલા કામકાજના વાસ્તવિક સમય મુજબ વેતન ચૂકવ્યું નથી. કેસમાં કહેવા અનુસાર આ અનિયમિતતા વર્ષ 2009થી અત્યાર સુધીની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X