જાણો, શા માટે ખરીદવો જોઇએ લેનોવોનો આ સ્માર્ટફોન

સ્માર્ટફોન માર્કેટ હાલ ઓલ ટાઇમ હાઇ છે અને 2014નો પ્રારંભ થયો ત્યારથી જ માર્કેટમાં અનેકવિધ સુવિધા ધરાવતા સ્માર્ટફોન લોન્ચ થઇ ગયા છે. તેમજ એમડબલ્યુસી 2014માં ઘણા નવા ફોન દર્શાવવામાં આવ્યા છે, નજીકના ભવિષ્યમાં લોન્ચ થવાની સંભાવનાઓ છે. જો કે, દરેક સારા સ્માર્ટફોનને માર્કેટમાં પોતાની છાપ છોડવામાં માટે કોઇ આધારની જરૂર રહેતી નથી. આવો એક નવો સ્માર્ટફોન લેનોવોનો છે, લેનોવોનો વાઇબ ઝેડ સ્માર્ટફોન આકર્ષક ફીચર અને સારા સ્પેસિફિકેશન તથા સરળતાથી ઉપયોગમાં લઇ શકાય તેવો સારો સ્માર્ટફોન છે. નવા વર્ષમાં લેનોવો નવા એન્ડ્રોઇડ સ્માર્ટફોનને રજૂ કરી રહી છે. તેમાં ધારી ન શકાય તેવા હાર્ડવેર, ગ્રેટ બિલ્ડ અને કૂલ ફીચર આપવામાં આવ્યા છે.

સ્પેશિફિકેશન
ફોનમાં આપવામાં આવેલા સ્પેસિફિકેશન અંગે વાત કરીએ તો 5.5 ઇન્ચ આઇપીએસ એલસીડી કેપેસિટિવ ટચસ્ક્રીન ડીસપ્લે આપવામાં આવી છે, તેમજ તેમાં કોર્નિંગ ગોરિલા ગ્લાસ 3 આપવામાં આવ્યો છે. આ ઉપરાંત આ ફોનમાં પાવરફૂલ ક્વોલકમ, સ્નેપડ્રેગન 800 ક્વોડ કોર 2.2 ગિગાહર્ટ્ઝ પ્રોસેસર છે. 2 જીબી રેમ અને વી4.3 જેલીબીન એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. ફોટોગ્રાફી અંગે વાત કરીએ તો વાઇબ ઝેડમાં 13 મેગા પિક્સલ પ્રાઇમરી અને 5 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા આપવામાં આવ્યો છે. તેમજ 16 જીબી સ્ટોરેજ માઇક્રો એસડી કાર્ડ છે. આ ફોનમાં 3000 એમએએચ નોન રીમૂવેબલ બેટરી આપવામાં આવી છે.

કિંમત
લેનોવોના આ નવા સ્માર્ટફોનની કિંમત અંગે વાત કરવામાં આવે તો ભારતમાં આ ફોનની કિંમત 35,999 રૂપિયા રાખવામાં આવી છે, જે 32,960 રૂપિયાની આસપાસની કિંમતમાં પણ મળી શકે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ શા માટે આ ફોન ખરીદવો જોઇએ.

ફેન્ટાસ્ટિક બિલ્ડ

ફેન્ટાસ્ટિક બિલ્ડ

સ્માર્ટફોન માત્ર તેના સ્પેસિફિકેશનને લઇને જ મહત્વના નથી પરંતુ તેને કેવી રીતે બિલ્ડ કરવામાં આવ્યો છે, તે પણ ઘણું જ મહત્વ ધરાવે છે. માર્કેટમાં ઘણા એવા સ્માર્ટફોન છે જેમાં હાઇ ક્વોલિટીના સ્પેસિફિકેશન આપવામાં આવ્યા છે, પરંતુ તેને સારી રીતે બિલ્ડ કરવામાં આવતા નથી. વાઇબ ઝેડની વાત કરીએ તો આ ફોન 5.5 ઇન્ચ 1920 x 1080 આઇપીએસ ટચ સ્ક્રીન ડીસપ્લે ધરાવે છે. તેની ડિઝાઇન અલ્ટ્રા થિન છે અને તેનો વજન 145.2 ગ્રામ છે. જો તમે એવુ સમજતા હોવ કે આ ફોન એક ફેબલેટ જેવો છે તો તેને તમે હાથમાં લેશો તો તમને એવું લાગશે કે આ 4.4 ઇન્ચનો કોઇ સ્માર્ટફોન છે અને તેનું વજન પણ નથી.

અન્ય ફીચર

અન્ય ફીચર

ફોનના અન્ય ફીચર પર વાત કરવામાં આવે તો આ ફોન એન્ડ્રોઇડ વી 4.3 જેલીબીન પર રન કરે છે, જેને તમે કિટેકટમાં પણ ફેરવી શકો છો. તેમજ તેમાં અસરકારક 2.2 ગિગાહર્ટ્જ ક્વોડકોર ક્રિઆટ 400, ક્વોલકમ સ્નેપડ્રેગમ 800 પ્રોસેસર છે. 2 જીબી રેમ આપવામાં આવી છે, જે સારું પર્ફોમન્સ આપી શકે છે.

સમય કરતા આગળ

સમય કરતા આગળ

જે લોકો ભવિષ્ય અંગે વિચારતા હોવ અને સમય કરતા આગળ નીકળવાનું વિચારી રહ્યા હોવ તો આ સ્માર્ટફોન એવા લોકો માટે બન્યો હોવાનું કહી શકાય છે. લેનોવોનો આ ફોન અન્ય કરતા દેખાવે મોટો લાગે છે, પરંતુ તેમાં જે ફીચર આપવામાં આવ્યા છે, તે તમારા જીવનને વધુ સહેલું બનાવી શકે છે. જેમ કે તેમાં સ્માર્ટ ડાયલર ઓપ્શન આપવામાં આવ્યું છે. તેમજ તમારા ફોનને કૂલ રાખવા માટે ફોનમાં કૂલ ફીચર્સ રાખવાની જરૂર નથી.

નાના પણ સારા ફીચર

નાના પણ સારા ફીચર

આ ડીવાઇસ મોટી હોવાના કારણ લેનોવોએ એ સમસ્યાનું સુંદર નિવારણ કાઢ્યું છે અને ડિવાઇસની ઉપર અનલોક બટન આપ્યું છે. તેમજ તેમાં વોલ્યુમ રોકર આપ્યું છે, તે પણ ફોનને અનલોક કરી શકે છે. સ્માર્ટ ડાયલર ઓપ્શનની જેમ જ ફોનમાં સ્માર્ટ કોલ ઓપ્શન પણ આપવામાં આવ્યું છે. જેથી તમે ફોનને તમારા કાન પાસે રાખતાની સાથે જ કોલને ઉપાડી શકો છો.

પ્રાઇમરી કેમેરા

પ્રાઇમરી કેમેરા

કેમેરાની વાત કરવામાં આવે તો આ ફોનમાં 13 મેગા પિક્સલનો પ્રાઇમરી કેમેરા આપવામાં આવ્યો છે, જેમાં ઓટો ફોકસ, એફ1.8 એપેર્ચર લેન્સ, એલઇડી ફ્લેશ છે, તેમજ તેની શૂટિંગ પિક્ચર કેપેસિટી 4128 x 3096 પિક્સલ છે. અહી એ પ્રશ્ન ઉદ્ભવી શકે છે કે હવે તો ઘણા સ્માર્ટફોન 13 મેગા પિક્સલ કેમેરા આપે છે, તો આ ફોનના કેમેરામાં એવી તે શુ ખાસિયત છે, તો આ ફોનમાં પિક્સલ શાર્પનેસ આપવામાં આવ્યું છે.

સેકન્ડરી કેમેરા

સેકન્ડરી કેમેરા

આ ફોનના સેકન્ડરી કેમેરાની વાત કરવામાં આવે તો ફોનમાં 5 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા આપવામાં આવ્યો છે. જેમાં 84°લેન્સ વાઇડ એન્ગલ શોટ્સ માટે આપ્યો છે, જે વીડિયો કોલ માટે સરળ રહે છે.

અન્ય કેમેરા ફીચર

અન્ય કેમેરા ફીચર

અન્ય કેમેરા ફીચરની વાત કરવામાં આવે તો તેમાં ફોટો ફિલ્ટર્સ બોટલોડ સ્કેન મોડ સહિતના ફીચર આપવામાં આવ્યા છે.

ફોનની બેટરી

ફોનની બેટરી

જ્યારે પણ સ્માર્ટફોનમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરો ત્યારે એક તરફ ડિવાઇસ અને બીજી તરફ બેટરી ચાર્જિંગ ઓપ્શન શોધીને રાખવું પડે છે. પરંતુ લેનોવોએ આ દિશામાં કામ કર્યું છે અને તેણે સારું પર્ફોમન્સ કરે તેવી બેટરી આપવાનો પ્રયાસ કર્યો છે. આ ફોનમાં 3000 એમએએચ બેટરી છે, જે 3જી કનેક્શન ચાલુ હોય ત્યારે 15 કલાક સુધી ચાર્જ રહી શકે છે.

આ ફોન બધા માટે નથી

આ ફોન બધા માટે નથી

આ ફોન તમને ખાસ હોવાનો અનુભવ કરાવી શકે છે, એ પણ ત્યારે કે જ્યારે તમને ખબર પડે કે તમારી ડિવાઇસમાં જે ફીચર છે તે અન્ય ડિવાઇસ કરતા ઘણા અલગ છે. લેનોવો દ્વારા પણ વિશ્વના અમુક માર્કેટને જ પસંદ કર્યા છે, જેમાં ભારત પણ છે, અન્યોએ જો ફોન લેવો હોય તો તેમણે યુકે, યુએસ અને ઓસ્ટ્રેલિયાથી આ ફોનની ખરીદી કરવી પડે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X