For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો તમારી પાસે પણ છે LIC પૉલિસી તો જલ્દી કરો આ કામ, નહીં તો થશે નુકશાન

જો તમે લાઇફ ઇન્સ્યુરન્સ કૉર્પોરેશન (જીવન વીમા નિગમ) એટલે કે LIC ની કોઈપણ પૉલિસી લીધી હોય, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે.

|
Google Oneindia Gujarati News

જો તમે લાઇફ ઇન્સ્યુરન્સ કૉર્પોરેશન (જીવન વીમા નિગમ) એટલે કે LIC ની કોઈપણ પૉલિસી લીધી હોય, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. LIC પૉલિસી જે તમે તમારા ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે લો છો, તમારી એક ભૂલના કારણે તમને તેનો લાભ મળી શકશે નહિ. એલઆઈસી પૉલિસી ધારકની સુવિધા માટે લાઇફ ઇન્સ્યુરન્સ કોર્પોરેશન ટૂંક સમયમાં ડિજિટલ થઈ રહ્યું છે. તેના પછી તમને તમારા ફોન પર જ તમારી પૉલિસીથી સંબંધિત બધી માહિતી પ્રાપ્ત થશે. 1 માર્ચથી નવી સુવિધા મળવા લાગશે.

આ પણ વાંચો: માત્ર 3 વર્ષમાં આ રીતે ભેગું કરો 1 લાખનું ફંડ, આ છે પ્લાનિંગ

1 માર્ચ સુધીમાં કરાવી લો આ કામ

1 માર્ચ સુધીમાં કરાવી લો આ કામ

એલઆઈસી પૉલિસી ધારકો માટે તે જરૂરી છે કે 1 માર્ચ સુધીમાં તેઓ નિશ્ચિત રીતે કેટલીક માહિતીને તમારી પોલિસીમાં લિંક કરાવી લો, નહીં તો તમારી મુશ્કેલી વધી શકે છે. એલઆઈસી 1 માર્ચ 2019 થી ઓટોમેટેડ એસએમએસ દ્વારા પોલિસી ધારકને તેમના પ્રીમિયમ સંબંધિત માહિતી પ્રદાન કરવાનું શરૂ કરશે. આ સેવાની શરુઆત સાથે લોકો એસએમએસ મારફતે પ્રીમિયમથી સંબંધિત માહિતી મેળવી શકશે. એલઆઈસી તેના પૉલિસી ધારકોને એસએમએસ દ્વારા માહિતી મોકલી રહ્યું છે કે, "પ્રિય ગ્રાહક, અમે તમને જણાવીએ છીએ કે એલઆઈસી 01.03.2019 થી તમારી પૉલિસી માટે પ્રીમિયમ ચુકવણીની તારીખ વિશે એસએમએસ દ્વારા સૂચના આપશે અને રિમાઇન્ડર મોકલશે."

શા માટે લિંક કરાવવું જરૂરી છે

શા માટે લિંક કરાવવું જરૂરી છે

1 માર્ચથી એલઆઈસી તમને તમારા પ્રીમિયમની માહિતી અને રિમાઇન્ડર એસએમએસ દ્વારા મોકલશે. હવે પ્રશ્ન એ છે કે તમે કેવી રીતે સમજી શકશો કે તમારો મોબાઇલ નંબર તમારી પોલિસી સાથે જોડાયેલો છે કે નહીં. આ જાણવાનો સૌથી સરળ રસ્તો એ છે કે જો તમને આ એસએમએસ પ્રાપ્ત થયો હોય તો સમજવું કે તમારો નંબર એલઆઈસીમાં નોંધાયેલો છે અને જો તમને એસએમએસ પ્રાપ્ત થયો નથી, તો તમારો નંબર રજિસ્ટર્ડ નથી અથવા તમારો નંબર પૉલિસી સાથે અપડેટ થયો નથી. તેથી વધુ સારું એ છે કે તમે તમારા મોબાઇલ નંબરને શક્ય તેટલી વહેલી તકે રજીસ્ટર કરવો.

શું નુકસાન થશે

શું નુકસાન થશે

જો તમે એલઆઈસી સાથે તમારો નંબર રજીસ્ટર કરાવતા નથી, તો તમને એલઆઈસીની અપડેટ્સ મળશે નહીં. ઘણી વખત આપણે પૉલિસીની પ્રીમિયમની તારીખ ભૂલી જઈએ છીએ, જેમાં તમારે પેનલ્ટી પણ ચૂકવવી પડી શકે છે. આ ઉપરાંત એલઆઈસી તેમના ખાતાધારકોને તેમના બેંક એકાઉન્ટ નંબર જોડવા માટે પણ અપીલ કરી રહ્યું છે. તમે એલઆઈસી વેબસાઇટ www.licindia.in/Customer-Services/Help-Us-To-Serve-You-Better પર ક્લિક કરી તમારો મોબાઇલ નંબર અને તમારા બેંક એકાઉન્ટને લિંક કરે છે.

English summary
Link Your Mobile Number with Your LIC Policy Before 1st March otherwise you will face problem
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X