For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માત્ર 3 વર્ષમાં આ રીતે ભેગું કરો 1 લાખનું ફંડ, આ છે પ્લાનિંગ

નાની નાની વાતો માટે ક્યારેક આપણે લોન લેવી પડે છે કે પૈસા ઉધાર લેવા પડે છે. પરંતુ જો પ્લાનિંગથી રોકાણ શરૂ કરો તો તમારી પાસે 1 લાખ રૂપિયાનું ફંડ તૈયાર થઈ શકે છે.

|
Google Oneindia Gujarati News

નાની નાની વાતો માટે ક્યારેક આપણે લોન લેવી પડે છે કે પૈસા ઉધાર લેવા પડે છે. પરંતુ જો પ્લાનિંગથી રોકાણ શરૂ કરો તો તમારી પાસે 1 લાખ રૂપિયાનું ફંડ તૈયાર થઈ શકે છે. આ માટે દર મહિને વધુ રોકાણ કરવાની પણ જરૂર નથી. દેશમાં રોકાણના 3 વિકલ્પ છે. એક છે બેન્ક, બીજી પોસ્ટ ઓફિસ અને ત્રીજું મ્યુચ્યુઅલ ફંડ. આ ત્રણેય સ્થળે લોકો પોતાના રિસ્ક અને જરૂરિયાત પ્રમાણે રોકાણનું આયોજન કરી રોકાણ શરૂ કરી શકે છે.

આ પણ વાંચો: પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં બેન્ક FD કરતા ઝડપથી ડબલ થશે પૈસા

જાણો કેટલી રકમથી શરૂ કરશો રોકાણ

જાણો કેટલી રકમથી શરૂ કરશો રોકાણ

જો 1 લાખ રૂપિયાનું ફંડ તૈયાર કરવાનું છે તો બેન્કમાં દર મહિને 2,500 રૂપિયાથઈ રોકાણ શરૂ કરવું પડશે. પોસ્ટ ઓફિસમાં આ રોકાણ દર મહિને 2,400 રૂપિયા પ્રતિ માસ થઈ જશે. તો મ્યુચ્યુઅલ ફંડમાં 2.200 રૂપિયા પ્રતિ મહિનાના રોકાણથી 1 લાખનું ફંડ તૈયા કરી શકાય છે. બેન્કમાં ઈન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ તમારું નાણાકીય લક્ષ્ય મેળવી આપશે.

જાણો બેન્કમાં રોકાણનું પ્લાનિંગ

જાણો બેન્કમાં રોકાણનું પ્લાનિંગ

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં હાલ 3 વર્ષ માટેની RD પર 6.80 ટકા વ્યાજ મળે છે. આ વ્યાજ દરથી 3 વર્ષમાં 1 લાખ મેળવવા માટે તમારે દર મહિને 2,500 રૂપિયા રોકવા પડશે.

બેન્કમાં રોકાણની યોજના પર નજર

બેન્કમાં રોકાણની યોજના પર નજર

- 2,500 રૂપિયા દર મહિને રોકો
- 3 વર્ષ સુધી રોકાણ
- 6.80 ટકા વ્યાજ
- 1 લાખ રૂપિયાનું ફંડ થશે તૈયાર

પોસ્ટ ઓફિસમાં રોકાણનું પ્લાનિંગ

પોસ્ટ ઓફિસમાં રોકાણનું પ્લાનિંગ

પોસ્ટ ઓફિસમાં RD પર હાલના સમયમાં 7.30 ટકા વ્યાજ મળી રહ્યું છે. આ વ્યાજ દર દ્વારા તમે 3 વર્ષમાં 1 લાખ રૂપિયા મેળવવા માગો છો તો રોકાણતકારો દર મહિને લગભગ 2,300 રૂપિયા જમા કરવા પડશે. પોસ્ટ ઓફિસમાં આ ઈન્વેસ્ટમેન્ટ પ્લાનિંગથી 1 લાખ જમા થઈ જશે.

એક નજર

એક નજર

-2,300 રૂપિયાનું પર મંથ રોકાણ
- 3 વર્ષ સુધી કરો રોકાણ
-7.30 ટકા મળશે વ્યાજ
- 1 લાખનું ફંડ તૈયાર

નોંધ- પોસ્ટ ઓફિસમાં RD 5 વર્ષ માટે હોય છે, પરંતુ વચ્ચેથી પૈસા ઉપાડી શકાય છે. જો રોકાણ 5 વર્ષ રાખશો તો 1 લાખ કરતા વધુ રકમ મળશે.

જાણો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનું પ્લાનિંગ

જાણો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનું પ્લાનિંગ

ફાઈનાન્શિયલ એડવાઈઝરી ફર્મ BPN ફિનકૅપના ડિરેક્ટર એ. કે. નિગમના કહેવા પ્રમાણે મ્યુચ્યુઅલ ફંડમાં રિટર્નની ગેરેન્ટી નથી હોતી, પરંતુ પાછલા એક વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડની સંખ્યાબંધ સ્કીમોએ 15થી 20 ટકા કરતા વધુ રિટર્ન આપ્યું છે. પરંતુ આ રિટર્નની ગેરેન્ટી નથઈ હોતી. એટલે જો સેફ સાઈડ માનીએ તો પણ 12 ટકા રિટર્ન મળી રહે છે. બસ આ રિટર્ન પર દર મહિને 2200 રૂપિયાનું રોકાણ કરશો તો 1 લાખ રૂપિયા થઈ જશે.

એક નજર

એક નજર

- 2200 રૂપિયાનું રોકાણ
- 3 વર્ષનો સમયગાળો
- 12 ટકાનું વળતર
- 1 લાખનું ફંડ તૈયાર

સારું રિટર્ન આપતા મ્યુચ્યુઅલ ફંડ

સારું રિટર્ન આપતા મ્યુચ્યુઅલ ફંડ

- ટાટા ડિજિટલ ફંડ રેગ્યુલર પ્લાને 1 વર્ષમાં 24.55 ટકા રિટર્ન આપ્યું છે.

- આદિત્ય બિરલા સન લાઈફ ગ્લોબલ રિયલ એસ્ટેટ ફંડ રિટેઈલ પ્લાને 1 વર્ષમાં 20.10 ટકાનું વળતર આપ્યું છે.

- રિલાયન્સ યુએસ ઈક્વિટી ઓપોર્ટ્યુનિટીઝ ફંડે 1 વર્ષમાં 18.86 ટકાનું વળતર આપ્યું છે.

- ICICI પ્રુડેન્શિલ ટેક્નોલોજી ફંડે 1 વર્ષમાં 18.40 ટકા વળતર આપ્યું છે.

- DHFL પ્રેમેરિકા ગ્લોબલ ઈક્વિટી ઓપોર્ટ્યુનિટીઝ ફંમાં 1 વર્ષમાં 18.19 ટકા વળતર મળ્યું છે.

નોંધ- ડેટા 15 ફેબ્રુઆરી 2019 સુધીનો છે.

English summary
where invest bank post office mutual fund better return best investment plan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X