For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નબળા અર્થતંત્ર માટે સ્થાનિક પરિબળો પણ જવાબદાર : પીએમ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 29 ઓગસ્ટ : દેશમાં ચાલી રહેલા આર્થિક સંકટ માટે એક નહીં પણ અનેક પરિબળો જવાબદાર હોવાની વાત આજે વડાપ્રધાન મનમોહન સિંહે કરી છે. વડા પ્રધાન મનમોહન સિંહે કહ્યું છે કે દેશનું અર્થતંત્ર કપરા સમયનો સામનો કરી રહ્યું છે. આ માટે કેટલાક સ્થાનિક પરિબળો જવાબદાર છે.

યુએસ ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં સતત થઈ રહેલા પતન અંગે ભાજપના સિનિયર નેતા અરૂણ જેટલીએ વડા પ્રધાન તરફથી જવાબ માગ્યો હતો. તેના પ્રતિસાદમાં આજે વડા પ્રધાને કહ્યું કે દેશ મુશ્કેલ આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે એ હકીકતને નકારી શકાય એમ નથી. આ માટે અનેક કારણો જવાબદાર છે. કેટલાક સ્થાનિક પરિબળો પણ જવાબદાર છે એને હું નકારતો નથી.

manmohan-singh

વિદેશી પરિબળોની છણાવટ કરતાં વડા પ્રધાને કહ્યું કે અમેરિકાના આર્થિક વલણ અને સિરીયામાં ઊભી થયેલી તંગદિલીએ ઊભી કરેલી સમસ્યાઓ તથા તેને લીધે ક્રુડ તેલના આંતરરાષ્ટ્રીય ભાવને થયેલી અસરે પણ રૂપિયો ગબડવા માટે જવાબદાર છે. આપણે આ અચોક્કસતાઓ સહન કરવી જ પડે છે.

English summary
Local factors responsible for weak economy : PM
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X