For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉનના કારણે ભારતીય અર્થતંત્રને નુકશાન, મૂડીઝે જણાવ્યુ ક્યારે થશે સુધાર

કોરોના વાયરસના કારણે દેશભરમાં ચાલી રહેલ લૉકડાઉનની અસર ભારતીય અર્થવ્યવસ્થા પર પડી છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના કારણે દેશભરમાં ચાલી રહેલ લૉકડાઉનની અસર ભારતીય અર્થવ્યવસ્થા પર પડી છે. ઈકોનૉમીને મોટુ નુકશાન થયુ છે. વળી, રેટિંગ એજન્સી મૂડીઝે જણાવ્યુ કે ભારતીય અર્થવ્યવસ્થામાં ક્યારથી સુધારો થશે. મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસે પોતાના લેટેસ્ટ રિપોર્ટમાં અનુમાન લગાવ્યુ કે નાણાકીય વર્ષ 2020-21માં ભારતીય અર્થવ્યવસ્થામાં ઘટાડો આવી શકે છે. મૂડીઝના રિપોર્ટમાં લૉકડાઉનના કારણે ભારતીય અર્થવ્યવસ્થામાં ખપત ઓછી હોવા અને વેપાર બંધ હોવાના કારણે ઘરેલુ અર્થવ્યવસ્થામાં ઘટાડો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

moodys

રિપોર્ટ મુજબ કોરોના અને લૉકડાઉન પહેલા પણ ભારતીય અર્થવ્યવસ્થા ફીકી વિકાસ દર ધીમો હતો જેને કોરોનાએ વધુ ઘટાડી દીધો. ભારતીય અર્થવ્યવસ્થા 6 વર્ષોના સૌથી નીચા સ્તરે પહોંચી ગકઈ હતી. રિપોર્ટમાં સરકારના આર્થિક પેકેજ વિશે પણ વાત કહેવામાં આવી છે. મૂડીઝના જણાવ્યા મુજબ ભારત સરકારે ઈકોનૉમીને બૂસ્ટ કરવા માટે આર્થિક પ્રોત્સાહન પેકેજની ઘોષણા કરી પરંતુ નાણાંકીય વર્ષ 2020-21માં ભારતની ઈકોનૉમીમાં વાસ્તવિક ઘટાડો આવશે. તમને જણાવી દઈએ કે આ પહેલા મૂડીઝે ભારતની જીડીપી શૂન્ય રેહવાની સંભાવના વ્યક્ત કરી હતી. વળી, સુધારની સ્થિતિ વિશે પણ રિપોર્ટમાં માહિતી આપવામાં આવી છે.

મૂડીઝે કહ્યુ કે નાણાકીય વર્ષ 2021-21માં ભારતીય અર્થવ્યવસ્થામાં સુધારો આવવાની આશા છે. પોતાના રિપોર્ટમાં મૂડીઝે કહ્યુ છે કે લૉકડાઉનને માત્ર ખાનગી સેક્ટરને જ નહિ પરંતુ સાર્વજનિક સેક્ટરને પણ પ્રભાવિત કરશે. ભારતના અસંગઠિત સેક્ટર સામે સંકટની સ્થિતિ બની ગઈ છે. વેપાર ઠપ્પ હોવાના કારણે ખતરો મંડરાઈ રહ્યો છે. લાખોની સંખ્યામાં છટણી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. દેશમાં બેરોજગારી વધવાનો ખતરો વધી રહ્યો છે.

સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં 22 વિપક્ષોની માંગ, 'અમ્ફાન'ને રાષ્ટ્રીય વિપત્તિ ઘોષિત કરોસોનિયા ગાંધીની અધ્યક્ષતામાં 22 વિપક્ષોની માંગ, 'અમ્ફાન'ને રાષ્ટ્રીય વિપત્તિ ઘોષિત કરો

English summary
Lockdown: economy damage for india, Moodys tells when it will improve
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X