Lok Sabha Election Result 2024: 4 જૂને જાહેર થશે લોકસભા ચૂંટણીના પરિણામો, શું બેંકમાં હશે રજા?

Lok Sabha Election Result 2024: લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂન, 2024ના રોજ જાહેર કરવામાં આવશે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. ચૂંટણીના પરિણામોને લઈને ઘણા લોકોના મનમાં સવાલ છે કે, શું ચૂંટણી પરિણામોને કારણે આવતીકાલે બેંકો બંધ રહેશે?

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીમાં મતદાનના દિવસે બેંક રજા જાહેર કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં ઘણા લોકોને લાગે છે કે, ચૂંટણી પરિણામના દિવસે પણ બેંક બંધ રહેશે. RBI દર મહિને બેંક હોલિડે લિસ્ટ જાહેર કરે છે. આ સિવાય જો કોઈ વધારાની રજા હોય તો તેના માટે નોટિફિકેશન બહાર પાડે છે.

અત્રે નોંધનીય છે કે, આરબીઆઈની બેંક હોલીડે લિસ્ટ મુજબ 4 જૂનના રોજ કોઈ બેંક રજા નથી. એટલે કે દેશની તમામ બેંકોમાં નિયમિત કામકાજ થશે.

જૂનમાં બેંક કેટલા દિવસ બંધ રહેશે? - જૂન મહિનામાં 11 દિવસ બેંકો બંધ રહેશે. જેમાં બીજા-ચોથા શનિવાર અને રવિવારનો સમાવેશ થાય છે. આ સિવાય રાજા સંક્રાંતિ અને ઈદ-ઉલ-અદહાના અવસર પર બેંકો બંધ રહેશે. જો તમે પણ આ મહિને કોઈ કામ માટે બેંક જવાનું વિચારી રહ્યા છો, તો તમારે બેંકની રજાઓની યાદી અવશ્ય તપાસવી જોઈએ.

Lok Sabha Election Result 2024

જૂનમાં બેંક ક્યારે બંધ રહેશે?

  • 8 જૂન 2024 (શનિવાર) એ બીજો શનિવાર છે. આ કારણે દેશની તમામ બેંકો બંધ રહેશે.
  • 09 જૂન 2024 રવિવાર છે. આ દિવસે તમામ બેંકો બંધ રહે છે.
  • મિઝોરમ અને ઓડિશાની બેંકો YMA દિવસ/રાજા સંક્રાંતિના અવસર પર 15 જૂન 2024 (શનિવાર) ના રોજ ખુલશે નહીં.
  • 16 જૂન, 2024 (રવિવાર) એ દેશની તમામ બેંકો માટે સાપ્તાહિક રજા છે.
  • 17 જૂન, 2024 (સોમવાર), મિઝોરમ, સિક્કિમ અને ઇટાનગર સિવાય દેશની તમામ બેંકો ઈદ-ઉલ-અઝહાના અવસર પર બંધ રહેશે.
  • જમ્મુ અને કાશ્મીરમાં 18 જૂન 2024 (મંગળવાર)ના રોજ ઈદ-ઉલ-અઝહા નિમિત્તે બેંક રજા છે.
  • 22 જૂન (શનિવાર) જૂનનો ચોથો શનિવાર છે. આ કારણે દેશની તમામ બેંકો બંધ રહેશે.
  • 23 જૂન 2024 (રવિવાર) ના રોજ બેંકની સાપ્તાહિક રજા છે.
  • 30 જૂન 2024 (રવિવાર)ના રોજ પણ દેશની તમામ બેંકો બંધ રહેશે.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X