For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈન્દ્રા નૂઈનું PepsiCo ના સીઈઓ પદેથી રાજીનામુ, રામોન લગૂર્ટા નવા સીઈઓ

ભારતીય મૂળના ઈન્દ્રા નૂઈએ પેપ્સીકોનું સીઈઓ પદ છોડવાનો નિર્ણય કર્યો છે. ઈન્દ્રાએ સોમવારે પેપ્સીકોના સીઈઓ પદેથી રાજીનામુ આપવાનો નિર્ણય કર્યો.

|
Google Oneindia Gujarati News

ભારતીય મૂળના ઈન્દ્રા નૂઈએ પેપ્સીકોનું સીઈઓ પદ છોડવાનો નિર્ણય કર્યો છે. 12 વર્ષો સુધી કંપનીના મહત્વના પદની જવાબદારી સંભાળ્યા બાદ ઈન્દ્રાએ સોમવારે પેપ્સીકોના સીઈઓ પદેથી રાજીનામુ આપવાનો નિર્ણય કર્યો. ઈન્દ્રાએ પદ છોડ્યા બાદ રામોન લગૂર્ટાને કંપનીના નવા સીઈઓ નિયુક્ત કરવામાં આવશે. ઈન્દ્રા નૂઈ લાંબા સમયથી પેપ્સીકો સાથે જોડાયેલા હતા.

indra nooyi

અમેરિકી કંપની PepsiCo માં 12 વર્ષો સુધી સીઈઓ જેવા મહત્વના પદને સંભાળ્યા બાદ ઈન્દ્રા નૂઈએ પોતાના પદેથી રાજીનામુ આપવાનો નિર્ણય કર્યો. ઈન્દ્રાના આ નિર્ણય બાદ કંપનીએ પેપ્સીકોના તાજેતરના પ્રેસિડેન્ટ રામોન લગૂર્ટાને નવા સીઈઓની જવાબદારી આપવાનો નિર્ણય કર્યો.

જાણો ઈન્દ્રા નૂઈ વિશે ખાસ વાતો

ઈન્દ્રા નૂઈનો જન્મ તમિલનાડુના એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેમના પિતા બેંકના કર્મચારી હતા. મા હાઉસવાઈફ હતા અને બંને બહેનોને સંભાળતા હતા. ઈન્દ્રાએ આઈઆઈએમ કોલકત્તાથી મેનેજમેન્ટમાં ડિપ્લોમા કર્યા બાદ થોડા સમય માટે જોન્સન એન્ડ જોન્સન કંપનીમાં કામ કર્યુ. સેલરીથી ભેગા થયેલા પૈસાથી તેમણે અમેરિકા જઈને માસ્ટર્સની ડિગ્રી મેળવી. તેમને યેલ યુનિવર્સિટીમાં પ્રવેશ તો મળી ગયો. કોલેજની ફી માટે તે ફર્સ્ટ હાફમાં અભ્યાસ કરતા અને અડધી રાતથી સવાર સુધી રિસેપ્શનિસ્ટનું કામ કરતા.

English summary
longtime leader Indra Nooyi will step aside as chief executive, handing the future of the company to one of her lieutenants at a time
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X