Lockdown વચ્ચે સામાન્ય નાગરિકોને રાહત, રાંધણગેસ સસ્તો થયો

Lockdown વચ્ચે સામાન્ય નાગરિકોને રાહત, રાંધણગેસ સસ્તો થયો

નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીને ફેલતી રોકવા માટે દેશમાં 21 દિવસનું લૉકડાઉન છે. આ લૉકડાઉન દરમિયાન લોકોને માત્ર જરૂરી સામાન મળશે જ્યારે જરૂરી સેવાઓમાં લાગેલા લોકોને આ દરમિયાન ઘરેથી બહાર જવાની મંજૂરી છે. આ લૉકડાઉન વચ્ચે માર્કેટિંગ કંપનીઓએ સબસિડી વિનાના એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં કટોતીનું એલાન કર્યું છે.

14.2 કિલોવાળા ગેસ સિલિન્ડરમાં 63 રૂપિયાની કટોતી

14.2 કિલોવાળા ગેસ સિલિન્ડરમાં 63 રૂપિયાની કટોતી

સબ્સિડી વિનાના 14.2 કિલો એલપીજી સિલિન્ડરની કિંમતોમાં બુધવારે 63 રૂપિયાની કપાત કરવામાં આવી છે. IOCની વેબસાઈટ મુજબ દિલ્હીમાં 14.2 રૂપિયા રહી ગઈ છે.જેની કિંમત પહેલા 805.50 રૂપિયા હતી. એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સતત બીજા મહિને ઘટાડો નોંધાયો છે. જે બાદ લૉકડાઉન દરમિયાન સામાન્ય લોકોને મોટી રાહત મળતી દેખાઈ રહી છે.

1 એપ્રિલથી નવી કિંમતો લાગૂ

1 એપ્રિલથી નવી કિંમતો લાગૂ

જ્યારે આ કટોતી બાદ કોલકાતામાં 14.2 કિલોવાળા સબ્સિડી વિનાના રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત 744.50 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે મુંબઈમાં 14.2 કિલો વાળા સબ્સિડી વિનાના રાંધણ ગેસની સિલિન્ડરની કિંમત 714.50 રૂપિયા છે અને ચેન્નઈમાં 761.50 રૂપિયા ચે. આવી જ રીતે 19 કિલોવાળા સબ્સિડી વિનાના ગેસ સિલિન્ડરમાં પણ ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો 1 એપ્રિલથઈ લાગૂ થઈ ગઈ છે.

19 કિલોવાળા રાંધણ ગેસ સિલિન્ડર પણ સસ્તા થયા

19 કિલોવાળા રાંધણ ગેસ સિલિન્ડર પણ સસ્તા થયા

દેશની રાજધાની દિલ્હીમાં 19 કિલોવાળા રાંધણ ગેસ સિલિન્ડર 96 રૂપિયા સસ્તો થયો છે. અગાઉ 19 રૂપિયા સસ્તો થયો. અગાઉ 19 કિલો વાળા રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત 1381.50 રૂપિયા હતી, પરંતુ નવી કિંમતો લાગૂ થયા બાદ તેના ભાવ 1285.50 રૂપિયા થઈ ગઈ છે. આવી રીતે કોલકાતામાં 19 કિલો વાળા રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત 1348.50 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે મુંબઈમાં 19 કિલોવાળા રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત 1234.50 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ચેન્નઈમાં 19 કિલોવાળા રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત 1402 રૂપિયા થઈ ગઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X