બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, આજથી સસ્તો થયો રાંધણગેસ
વચગાળાના બજેટ પહેલા પેટ્રોલિયમ કંપનીઓએ સામાન્ય જનતાને રાહત આપી છે. સતત ત્રીજા મહિને એલપીજીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
વચગાળાના બજેટ પહેલા પેટ્રોલિયમ કંપનીઓએ સામાન્ય જનતાને રાહત આપી છે. સતત ત્રીજા મહિને એલપીજીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આજથી સબસિડીવાળા ગેસ સિલિન્ડરના ભાવમાં 1.46 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. નવા ભાવો લાગુ થયા બાદ સબસિડીવાળા સિલિન્ડર 1493.53 રૂપિયામાં મળશે. સબસિડી વિનાના સિલિન્ડરના ભાવમાં 30 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો ઘટાડો કરવામાં આવ્યો છે. નવા ભાવ લાગુ થયા બાદ સબસિડીવિનાના સિલિન્ડર 659 રૂપિયામાં મળશે. નવા ભાવ આજથી લાગુ થઈ ગયા છે.

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના નિવેદન અનુસાર સબસિડીવાળા 14.2 કિલોગ્રામવાળા એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ 493.53 રૂપિયા હશે જ્યારે સબસિડીવિનાના સિલિન્ડરનો ભાવ 659 રૂપિયા હશે. આ પહેલા 1 જાન્યુઆરીને સબસિડીવિનાના સિલિન્ડરના ભાવમાં 120.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જ્યારે 1 ડિસેમ્બરે 133 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો ઘટાડો કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે સબસિડીવાળા સિલિન્ડરની સબસિડી સીધા ગ્રાહકના બેંક ખાતામાં આવે છે.
સરકાર દર વર્ષે 12 એલપીજી સિલિન્ડર પર ગ્રાહકોને સબસિડી આપે છે. સબસિડીની આ રકમ સીધા ગ્રાહકોના બેંક ખાતામાં જાય છે. તમને જણાવી દઈએ કે મોદી સરકાર આજે પોતાનું અંતિમ બજેટ રજૂ કરવા જઈ રહી છે. આ બજેટ વચગાળાનું બજેટ હશે જેમાં સરકાર ઘણા મોટા એલાન કરી શકે છે. આજે રજૂ થનારા બજેટ પર દરેકની નજર છે. જોવાની વાત એ છે કે થોડા દિવસો બાદ થનારી લોકસભા ચૂંટણી પહેલા સરકાર બજેટ દ્વારા કઈ રીતે મતદારોને લલચાવવાની કોશિશ કરે છે.












Click it and Unblock the Notifications
