LPG Price: નવા વર્ષ પર ગેસ સિલિન્ડરના ભાવ ઘટ્યા, જાણો કેટલુ થયુ સસ્તુ
LPG Price Today: નવા વર્ષ 2024ના પહેલા દિવસે એટલે કે 1 જાન્યુઆરીએ LPG ગેસ સિલિન્ડર સસ્તું થઈ ગયું છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના કૉમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત આજે 1.50 રૂપિયાથી 4.50 રૂપિયા સસ્તી થઈ ગઈ છે.
જોકે, ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં 19 કિલોના કૉમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત હવે 1755.50 રૂપિયા છે. પહેલા તે 1757 રૂપિયા હતી. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિને એલપીજીના ભાવમાં સુધારો કરે છે.













Click it and Unblock the Notifications
