LPG Price Today: એલપીજીના ભાવમાં મળી રાહત, જાણો કેટલુ સસ્તુ થયુ

ઓગસ્ટના પહેલા જ દિવસે સામાન્ય જનતા માટે રાહતના સમાચાર છે. જાણો એલપીજીના ભાવમાં કેટલી રાહત મળી.

નવી દિલ્લીઃ ઓગસ્ટના પહેલા જ દિવસે સામાન્ય જનતા માટે રાહતના સમાચાર છે. કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એલપીજી સિલિન્ડરના નવા રેટ આજે જાહેર કરવામાં આવ્યા છે. આજથી એલપીજી સિલિન્ડર સસ્તા થયા છે. ઈન્ડિયન ઓઈલ દ્વારા આજે એટલે કે 1 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવેલા નવા રેટ મુજબ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 36 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

એલપીજીના ભાવ

એલપીજીના ભાવ

આજે કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરનારાઓને એલપીજી સિલિન્ડરના દરમાં રાહત આપવામાં આવી છે. આજથી દિલ્લીમાં 19 કિલોનુ LPG સિલિન્ડર 2012.50 રૂપિયાના બદલે 1976.50 રૂપિયામાં મળશે. કોલકાતામાં 2132.00 રૂપિયામા મળતુ હતુ પરંતુ 1 ઓગસ્ટથી તે 2095.50 રૂપિયામાં ઉપલબ્ધ છે. કોમર્શિયલ સિલિન્ડરની કિંમત આજથી મુંબઈમાં 1936.50 રૂપિયા અને ચેન્નાઈમાં 2141 રૂપિયા થઈ ગઈ છે.

રાંધણ ગેસના ભાવ સ્થિર

રાંધણ ગેસના ભાવ સ્થિર

તમને જણાવી દઈએ કે છેલ્લા બે વર્ષમાં બિન-સબસિડીવાળા ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં બેફામ વધારો થયો છે પરંતુ નવા દર મુજબ આજે તે ન તો મોંઘો થયો છે અને ન તો સસ્તો થયો છે. આજે પણ 6 જુલાઇના દરે 14.2 કિલોનુ ઘરેલુ એલપીજી સિલિન્ડર ઉપલબ્ધ છે. તમને જણાવી દઈએ કે 6 જુલાઈના રોજ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

ચાર મહાનગરોમાં ઘરેલુ સિલિન્ડની કિંમત

ચાર મહાનગરોમાં ઘરેલુ સિલિન્ડની કિંમત

ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્લીમાં ઘરેલુ એલપીજીના ભાવ 1053 રૂપિયા છે જ્યારે કોલકત્તામાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 1079 રુપિયા છે. વળી, મુંબઈ અને ચેન્નઈમાં ઘરેલુ સિલિન્ડરની કિંમત 1052 રૂપિયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X