For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રોકાણકારોને 1 અઠવાડિયામાં દોઢ લાખ કરોડનો ધુંબો લાગ્યો

રોકાણકારોને 1 અઠવાડિયામાં દોઢ લાખ કરોડનો ધુંબો લાગ્યો

|
Google Oneindia Gujarati News

માર્કેટ કેપિટલાઈઝશનના હિસાબે દેશની ટૉપ 10 કંપનીઓમાંથી 8ની માર્કેટ વેલ્યૂ 1.41 લાખ કરોડ રૂપિયાથી ઘટી ગઈ છે. જ્યારે ગત અઠવાડિયામાં સેંસેક્સ 759.29 અંક એટલે કે 1.53 ટકા ટૂટી 48,832 અંકના સ્તરે બંધ થયો હતો. આ દરમ્યાન શેર બજારમાં સૌથી વધુ આઈટી સેક્ટરના શેરમાં ગિરાવટ નોંધાઈ છે.

share market

ટીસીએસને સૌથી વધુ નુકસાન

ટીસીએસનો શેર ગત અઠવાડિયે 3.9 ટકાની ગિરાવટ સાથે બંધ થયો. જેને પગલે કંપનીની માર્કેટ કેપ 47.68 હજાર કરોડ રૂપિયા ઘટીને 11.81 લાખ કરોડ રૂપિયાના સ્તરે આવી ગઈ. જ્યારે ઈનફોસિસની માર્કેટ કેપ 37.57 હજાર કરોડ રૂપિયા ઘટી ગઈ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની માર્કેટ પણ 30.84 હજાર કરોડથી ઘટીને 12.26 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ ઉપરાંત એસબીઆઈની માર્કેટ કેપ 11.73 હજાર કરોડ ઘટી છે. આ ઉપરાંત કોટક મહિન્દ્રા બેંકની માર્કેટ કેપ 6629 કરોડ રૂપિયા ઘટીને 3.49 લાખ કરોડના સ્તરે આવી ગઈ છે. આ ઉપરાંત હિંદુસ્તાન યૂનિલીવરની માર્કેટ કેપ 4534 હજાર કરોડ રૂપિયા ઘટી છે. ભારતી એરટેલની માર્કેટ કેપ પણ 2636 કરોડ રૂપિયા ઘટીને 2.96 લાખ કરોડ રૂપિયા રહી ગઈ છે.

આ કંપનીઓને ફાયદો થયો

એચડીએફસીનો શેર 2.4 ટકા વધ્યો છે, જેનાથી તેની માર્કેટ કેપ 10697 કરોડ રૂપિયા વધીને 4.64 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ. એચડીએફસી બેંકની માર્કેટ કેપ 3748 કરોડ રૂપિયા વધીને 7.87 લાખ કરોડ રૂપિયાના સ્તરે આવી ગઈ. જ્યારે આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ કેપ 124 કરોડ રૂપિયા વધીને 3.91 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

શાનદાર મોકોઃ AC પર મળી રહ્યું છે 49% ટકા ડિસ્કાઉન્ટશાનદાર મોકોઃ AC પર મળી રહ્યું છે 49% ટકા ડિસ્કાઉન્ટ

English summary
market cap top 7 company in sesex decreased
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X