US ફેડ અને RBI પર માર્કેટની નજર

ફેડના વડા જો કોઈ અનપેક્ષિત નિર્ણય કરશે તો વિશ્વભરનાં શેરબજારોમાં તીવ્ર આંચકા આવી શકે છે. ત્યાર બાદ 20 સપ્ટેમ્બર, 2013 શુક્રવારના રોજ ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇના)ના નવા ગવર્નર રઘુરામ રાજન પોતાની પ્રથમ નાણાકીય નીતિ કેવી રાખશે તેની પણ માર્કેટ આતુરતાથી રાહ જોઈ રહ્યું છે . ભારતમાં ગયા મહિને 6 ટકાને પાર થઈ ગયેલા ફુગાવા સહિત અનેક નકારાત્મક પરિબળોનો સામનો કરી રહ્યું છે.
બીજી તરફ જોઇએ તો વડાપ્રધાન પદ તરીકે ભાજપે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નામની જાહેરાત કર્યા બાદ માર્કેટમાં ખાસ તેજી જોવા મળી નથી. હવે જેમ ચૂંટણી નજીક આવશે તેમ માર્કેટની સ્થિતિ વધારે અનિશ્ચિત બનશે. જેના કારણે શેરબજારોના નોંધપાત્ર સુધારા માટેના માર્ગ એક મોટો અવરોધ ઉભો થશો.
તાજતરના સમયમાં સરકારે લીધેલા પગલાંને કારણે એફઆઇઆઇએ સપ્ટેમ્બરમાં અત્યાર સુધીમાં આશરે 1 અબજ ડોલર ઠાલવીને જોરદાર શરૂઆત કરી છે. ભારતીય શેરોમાં ડોલર પ્રવાહ આવતા બજારોમાં ફરી તેજી આવી છે. હવે પછી બજારનું વલણ આરબીઆઈની નવી નીતિ નક્કી કરશે.












Click it and Unblock the Notifications
