નવેમ્બરમાં મારૂતિના વેચાણમાં 12 ટકાનો વધારો

કંપનીએ નવેમ્બર 2011માં કુલ 91, 772 વાહન વેચ્યાં હતા. કંપનીએ આ દરમિયાન ઘરેલુ બજારમાં 90,882 વાહન વેચ્યાં છે જ્યારે ગત વર્ષે આ સમયગાળામાં કંપનીએ 82,870 વાહન વેચ્યાં હતા. આ વધારો 9.76 ટકા રહ્યો છે.
કંપનીએ કહ્યું આ સમયગાળા તેમને 12,318 વાહનો નિકાસ કર્યા છે જે ગત વર્ષે આ સમયગાળામાં થયેલાં 8,902 વાહનોના નિકાસની સરખામણીએ 38.37 ટકા વધારે છે.
કંપનીએ ઘરેલુ બજારમાં નવેમ્બર મહિનામાં કુલ 74,793 કાર વેચી છે, જ્યારે ગત વર્ષે નવેમ્બર મહિનામાં 73,078 કાર વેચી હતી. જેમાં ગત વર્ષની સરખામણીએ 2.35 ટકાનો વધારો થયો છે.
જો કે મારૂતિ 800, એ-સ્ટાર, અલ્ટો અને વેગેનાર જેવા વાહનોના વેચાણમાં 8.75 ટકાનો ઘટાડો નોંધાયો છે અને આ 38,921 વાહનોથી ઘટીને 36,679 વાહન થઇ ગયો છે.












Click it and Unblock the Notifications
