MDH Everest Masala Ban : સિંગાપુરે પ્રસિદ્ધ ભારતીય મસાલા બ્રાન્ડ પર બેન લગાવ્યો, જાણો કેમ?
ભારતની જાણીતી મસાલા બ્રાન્ડ એવરેસ્ટને લઈને સિંગાપોરથી માઠા સમચાાર આવ્યા છે. સિંગાપોરમાં એવરેસ્ટ મસાલા પર પ્રતિબંધ મુકી દેવાયો છે.
મસાલા બ્રાન્ડ એવરેસ્ટ છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં છે. સિંગાપોર ફૂડ એજન્સીએ ભારતમાંથી આયાત કરવામાં આવેલ એવરેસ્ટ ફિશ કરી મસાલાને પરત બોલાવવાની જાહેરાત કરી છે.

આરોપ છે કે આ મસાલામાં જંતુનાશક ઇથિલિન ઓક્સાઇડનું પ્રમાણ વધુ છે. અહીં એ પણ જાણવુ જરૂરી છે કેહોંગકોંગ સરકારના સ્પેશિયલ એડમિનિસ્ટ્રેટિવ રિજનના સેન્ટર ફોર ફૂડ સેફ્ટીએ 5 એપ્રિલે કહ્યું હતું કે, રૂટિન સર્વેલન્સ પ્રોગ્રામ દરમિયાન MDH ગ્રુપના ત્રણ મસાલા જેમાં મદ્રાસ કરી પાવડર, સંભાર મસાલા પાવડર અને કઢીમાં ઇથિલિન ઓક્સાઇડની મોટી માત્રા છે.
સેન્ટર ફોર ફૂડ સેફ્ટીએ એક નિવેદનમાં કહ્યું હતું કે CFS એ તેના નિયમિત ફૂડ સર્વેલન્સ પ્રોગ્રામના ભાગ રૂપે પરીક્ષણ માટે ત્રણ રિટેલ આઉટલેટ્સમાંથી નમૂના એકત્રિત કર્યા હતા અને પરીક્ષણ પરિણામો દર્શાવે છે કે નમૂનાઓમાં જંતુનાશક ઇથિલિન ઓક્સાઈડ હાજર હતું.
CFS એ આ અનિયમિતતાઓ વિશે સંબંધિત વિક્રેતાઓને જાણ કરી છે અને તેમને આ ઉત્પાદનોનું વેચાણ બંધ કરવા અને તેમના સેલ્ફમાંથી દૂર કરવા નિર્દેશ આપ્યો છે.
આ કેસમાં એ વાત પણ સામે આવી છે કે આ મસાલા કાર્સિનોજેનિક છે અને તેના વધુ પડતા સેવનથી કેન્સરનું જોખમ વધી જાય છે.
ભારતીય મસાલા પર પ્રતિબંધ મૂકનાર હોંગકોંગ બીજો દેશ છે. ગયા સપ્તાહની શરૂઆતમાં સિંગાપોરે પણ એવરેસ્ટ પરથી કેટલાક મસાલા પર પ્રતિબંધ મૂક્યો હતો.
જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે ભારતીય પ્રખ્યાત બ્રાન્ડ્સ વિદેશમાં આવા કેસનો સામનો કરી રહી હોય. અગાઉ 2023 માં યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને સાલ્મોનેલાની હાજરીને કારણે એવરેસ્ટ ઉત્પાદનોને દૂર કરવાનો આદેશ આપ્યો હતો.
એવરેસ્ટ સંભાર મસાલાનું એફડીએ લેબમાં પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે મસાલામાં સાલ્મોનેલા બેક્ટેરિયા છે અને ઉત્પાદન આર પ્યોર એગ્રો સ્પેશિયાલિટી દ્વારા બનાવવામાં આવી રહ્યું છે અને હાઉસ ઓફ સ્પાઈસિસ (ઈન્ડિયા) દ્વારા વેચવામાં આવી રહ્યું છે.
જો સાલ્મોનેલા બેક્ટેરિયા શરીરમાં પ્રવેશ કરે છે તો તે સાલ્મોનેલા ફૂડ પોઈઝનિંગનું કારણ બની શકે છે. આ કારણોસર આ ઉત્પાદનને દૂર કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી.
અહીં એ પણ જાણવુ જરૂરી છે કે, થોડા સમય પહેલા સ્વિત્ઝરલેન્ડની NGO પબ્લિક આઈ અને ઈન્ટરનેશનલ બેબી ફૂડ એક્શન નેટવર્કે પોતાના એક રિપોર્ટમાં મોટો દાવો કર્યો હતો કે નેસ્લે યુરોપમાં તેના બજારોની તુલનામાં ઓછા વિકસિત દેશો ભારત સહિત દક્ષિણ એશિયાના દેશો, આફ્રિકન અને લેટિન અમેરિકન દેશોમાં વધુ શુગર ધરાવતી બેબી પ્રોડક્ટ્સ વેચે છે.
આ કેસ અનુસાર, અહેવાલો બહાર આવ્યા છે કે નેસ્લે પર ભારતમાં વેચાતી નેસ્લે સેરેલેકની એક સર્વિંગમાં 2.7 ગ્રામ ખાંડ ઉમેરવાનો આરોપ છે. જર્મની, સ્વિટ્ઝર્લેન્ડ, ફ્રાન્સ અને બ્રિટન જેવા અન્ય દેશોમાં આ કરવામાં આવી રહ્યું નથી.












Click it and Unblock the Notifications
