પીએમ નરેન્દ્ર મોદી 28 ફેબ્રુઆરીએ સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 28 ફેબ્રુઆરી 2026ના રોજ સાણંદ ખાતે માઈક્રોન ટેકનોલોજીના અત્યાધુનિક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આ ગ્રાન્ડ ઈવેન્ટ સાથે જ ભારતની સેમિકન્ડક્ટર સફરમાં એક નવો અને સુવર્ણ અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે.

માઈક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા સાણંદના આ મેગા પ્રોજેક્ટમાં અંદાજે ₹22,516 કરોડનું માતબર રોકાણ કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટ ગુજરાતને વૈશ્વિક સ્તરે સેમિકન્ડક્ટર હબ તરીકે સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

સાણંદના આ પ્લાન્ટમાં હાલમાં આશરે 2,000 કર્મચારીઓ કાર્યરત છે, જે આગામી સમયમાં વધીને 5,000 થી વધુ થવાની શક્યતા છે. આ પ્રોજેક્ટથી સ્થાનિક સ્તરે રોજગારીની મોટી તકો ઊભી થશે અને આર્થિક વિકાસને વેગ મળશે.

આ પ્લાન્ટની વિશેષતા એ છે કે અહીં દિવ્યાંગ નાગરિકોને પણ ઓપરેટર અને ટેકનિશિયન તરીકે રોજગારી આપવામાં આવી છે. સમાજના દરેક વર્ગના કુશળ લોકો માટે આ પ્રોજેક્ટ આશાનું એક નવું કિરણ સાબિત થઈ રહ્યો છે.

માઈક્રોન ટેકનોલોજીના સીઈઓ સંજય મેહરોત્રાના જણાવ્યા અનુસાર, આધુનિક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેકનોલોજી માટે મેમરી અને સ્ટોરેજ અત્યંત અનિવાર્ય છે. સાણંદમાં બનતી પ્રોડક્ટ્સ વૈશ્વિક AI ઈકોસિસ્ટમમાં પાયાનું કામ કરશે.

સાણંદના આ ATMP પ્લાન્ટમાં SSD, DRAM અને NAND જેવી હાઈ-ટેક મેમરી પ્રોડક્ટ્સનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવશે. આ ચીપ્સ ડેટા પ્રોસેસિંગને વધુ ઝડપી બનાવીને રિયલ-ટાઈમ AI એપ્લિકેશન્સને સપોર્ટ પૂરો પાડશે.

સેમિકન્ડક્ટર બનાવવાની પ્રક્રિયા રેતીમાંથી સિલિકોન અલગ કરવાથી શરૂ થાય છે અને તેને ઓગાળીને ઈનગોટ બનાવવામાં આવે છે. ત્યારબાદ આ ઈનગોટમાંથી પાતળી તકતીઓ એટલે કે વેફર્સ તૈયાર કરવામાં આવે છે.

આ વેફર્સ પર ફોટોલિથોગ્રાફી ટેકનિક દ્વારા ઈલેક્ટ્રોનિક સર્કિટ અને ટ્રાન્ઝિસ્ટરની ડિઝાઇન કંડારવામાં આવે છે. આ પ્રક્રિયા બાદ વેફરને નાના ટુકડાઓમાં કાપવામાં આવે છે, જેને આપણે ચિપ્સ તરીકે ઓળખીએ છીએ.

તૈયાર થયેલી ચિપ્સને ATMP પ્લાન્ટમાં એસેમ્બલ કરી તેનું સખત ટેસ્ટિંગ કરવામાં આવે છે. ટેસ્ટિંગમાં પાસ થયા બાદ તેને ચોક્કસ માર્કિંગ આપી માર્કેટમાં વેચાણ માટે પેકેજિંગ કરીને મોકલવામાં આવે છે.

સાણંદ પ્લાન્ટમાં તૈયાર થનારી આ આઈસી (IC) પેકેજ અને મોડ્યુલ્સની નિકાસ વિશ્વભરના દેશોમાં કરવામાં આવશે. ભારત હવે મેમરી સોલ્યુશન્સના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનીને ગ્લોબલ માર્કેટમાં પોતાની ધાક જમાવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X