For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોબાઇલ કોલ દરોમાં 15 ટકાનો વધારો થશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 16 ઓગસ્ટ : મોબાઇલ ફોન વપરાશકર્તાઓને આવનારા દિવસોમાં પ્રત્યેક કોલ માટે વધારે પૈસા ચૂકવવા પડશે. દેશની ટેલિકોમ કંપનીઓ આવનારા દિવસોમાં કોલ રેટમાં 15 ટકાનો વધારો કરવા જઇ રહી છે. ટેલિકોમ કંપનીઓ પોતાનો નફો વધારવા માટે કોલ રેટમાં વધારો કરવાની છે. કોલ રેટમાં વધારો એક સામટો નહીં પણ તબક્કાવાર રીતે કરવામાં આવશે.

આ અંગે દેશની અગ્રણી ટેલિકોમ કંપનીના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે અમે કસ્ટમર પાસેથી પ્રતિમીનિટ માત્ર 10 પૈસા વધારે ઇચ્છીએ છીએ. આ વધારો એક સામટો લાદવામાં આવશે નહીં. મને નથી લાગતું કે આમ કરવાથી ગ્રાહકોને કોઇ મોટી મુશ્કેલી પડશે. મોટા ભાગના મોબાઇલ ઓપરેટર્સને આમ કરવાથી નફો વધારવામાં મદદ મળશે. આ નફાનો ઉપયોગ તેઓ ભવિષ્યમાં કંપનીના વિકાસ માટે કરી શકશે.

telecom-operaters

વર્તમાન સમયમાં ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં સ્પર્ધા ઓછી થતા હવે મોબાઇલ ઓપરેટર કંપનીઓ કોલ રેટમાં વધારો કરે એવી શક્યતા વધી ગઇ છે. માર્કેટમાં 3કે 4 ઓપરેટર્સ રહેતા કોલ રેટ સ્થિર રહેશે. વર્ષ 2008માં માર્કેટમાં સ્પર્ધા વધવાને કારણે કોલ રેટ્સમાં ઘણો ઘટાડો થયો હતો. જેના કારણે ટેલિકોમ કંપનીઓનો નફો ઘટ્યો હતો. ગયા વર્ષના પ્રારંભમાં સુપ્રીમ કોર્ટે 122 ટેલિકોમ લાયસન્સ કેન્સલ કરતા મોટી કંપનીઓને ફાયદો થયો હતો.

English summary
Mobile call rates will be 15 per cent more expensive
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X