આમના કહેવાથી મોદીએ પ્રતિબંધ લગાવ્યો 500 અને 1000 ની નોટ પર

Subscribe to Oneindia News

જ્યાં એક તરફ દેશભરના લોકો મોદી સરકાર દ્વારા 500 અને 1000 રુપિયાની નોટ બંધ કરવા અંગે મિશ્ર પ્રતિભાવો આપી રહ્યા છે. ત્યાં બીજી તરફ કેટલાક લોકો એ જાણવા માંગે છે કે પીએમ મોદીએ આ જાતે કર્યુ છે કે કોઇના કહેવાથી આ નિર્ણય કર્યો છે.

anil bokil

વાસ્તવમાં ક્યોરા નામની એક સવાલ-જવાબ વાળી વેબસાઇટ પર અનિલ બોકીલ નામના એક વ્યક્તિની ઘણી ચર્ચા ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યુ છે કે પીએમ મોદી દ્વારા ઉઠાવાયેલા આ મહત્વના પગલા પાછળ આ વ્યક્તિનું દિમાગ છે. આવો જાણીએ લોકો કેમ આવુ કહી રહ્યા છે.

પીએમ મોદીને આપ્યો હતો પ્રસ્તાવ વાસ્તવમાં અનિલ બોકીલે પીએમ મોદીને પ્રસ્તાવ આપ્યો હતો કે કાળાનાણા પર રોક લગાવવા માટે બજારમાંથી 500 અને 1000 રુપિયાની બધી નોટો પાછી લઇ લો. આ જ કારણથી અત્યારે અનિલ ચર્ચામાં આવી ગયા છે અને લોકો કહી રહ્યા છે કે આમના જ પ્રસ્તાવનો અમલ કરતા પીએમ મોદીએ આ મહત્વનુ પગલુ ભર્યુ છે. જો કે મોદી સરકાર તરફથી હજુ સુધી એવુ કંઇ પણ કહેવામાં નથી આવ્યુ કે તેમણે કોના પ્રસ્તાવ પર આ પગલુ ભર્યુ છે.

anil bokil 2

કોણ છે અનિલ બોકીલ


અનિલ બોકીલ અર્થક્રાંતિ સંસ્થાના એક પ્રમુખ સભ્ય છે. તમને જણાવી દઇએ કે અર્થક્રાંતિ સંસ્થા મહારાષ્ટ્રના પૂનાની એક સંસ્થા છે જે એક ઇકોનોમિક એડવાઇઝરી બોડીની જેમ કામ કરે છે. આ સંસ્થાના સભ્યો ચાર્ટર્ડ એકાઉંટંટ અને એંજિનિયર છે.

modi

9 મિનિટનો સમય આપીને 2 કલાક સાંભળ્યા હતા પીએમ મોદીએ

અર્થક્રાંતિની વેબસાઇટ પર કરાયેલા દાવા અનુસાર જ્યારે અનિલ બોકીલ અર્થક્રાંતિ તરફથી તૈયાર કરાયેલા 'અર્થક્રાંતિ પ્રપોઝલ' ને મોદી સામે રજૂ કરી રહ્યા હતા તો શરુઆતમાં તેમને માત્ર 9 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ પીએમ મોદીને તેમનો પ્રસ્તાવ અને વાતો પસંદ પડી અને તે અનિલ બોકીલને 2 કલાક સુધી સાંભળતા રહ્યા.

currency

અર્થક્રાંતિ પ્રપોઝલમાં હતા 5 પોઇંટ


અર્થક્રાંતિ પ્રપોઝલમાં 5 પોઇંટ હતા જેને પીએમ મોદી સામે રજૂ કરવામાં આવ્યા. આવો જાણીએ કયા હતા એ 5 પોઇંટ-
1. બધા 56 ટેક્સને ખતમ કરી દેવામાં આવે જેમાં ઇંકમ ટેક્સ અને ઇમ્પોર્ટ ડ્યૂટીને પણ ખતમ કરવાની રજૂઆત હતી.
2. બજારમાંથી 100, 500 અને 1000 રુપિયાની બધી નોટો પાછી લેવામાં આવે.
3. બધા જ વધુ કિંમતના ટ્રાંઝેક્શન જેમ કે ચેક, ડીડી, ઓનલાઇન વગેરે માત્ર બેંકિંગ સિસ્ટમ દ્વારા જ કરવામાં આવે.
4. કેશ ટ્રાંઝેક્શનની લિમિટ નિર્ધારિત કરવામાં આવે અને કેશ ટ્રાંઝેક્શન પર કોઇ ટેક્સ ના લગાવવામાં આવે.
5. સરકારની આવક માટે સિંગલ ટેક્સ સિસ્ટમ હોવી જોઇએ જે સીધી બેંકિંગ સિસ્ટમ પર લાગે જેને બેંકિંગ ટેક્સ પણ કહી શકાય. તેની મર્યાદા 2% થી 0.7 % સુધી હોઇ શકે છે. આ ટેક્સ માત્ર ક્રેડિટ અમાઉંટ પર લગાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.

English summary
modi ban 500 rupees and 1000 rupees notes
Please Wait while comments are loading...