7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે ગુડ ન્યૂજ, મોદી સરકારનું DAમાં 4%નું એલાન
7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે ગુડ ન્યૂજ, મોદી સરકારનું DAમાં 4%નું એલાન
નવી દિલ્હીઃ સાતમા પગાર પંચ અંતર્ગત પગાર વધારાનો ઈંતેજાર કરી રહેલા 1.1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેશનર્સ માટે મોટા સમાચાર છે. શુક્રવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સરકારે મોટો ફેસલો લેતાં કેન્દ્રીય કર્મચારીઓને ભેટ આપી છે. સરકારના આ એલાનથી લાંબા સમયથી પગારમાં વધારાનો ઈંતેજાર કરી રહેલા લાખો કેન્દ્રીય કર્મચારીને રાહત મળી છે. સરકારે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો છે.

કેન્દ્રીય કર્મચારીઓ માટે ગુડ ન્યૂજ
શુક્રવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સરકારે કેટલાય મોટા ફેસલા લીધા છે. મોદી સરકારના DA વધારવાના ફેસલાની સાથે જ કેન્દ્રીય કર્મચારીઓ ખુશીથી જૂમી ઉઠ્યા છે. સૂત્રોથી મળેલી જાણકારી મુજબ સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેબિનેટે કેન્દ્રીય કર્મચારીઓના 4 ટકા મોંઘવારી ભથ્થાને મંજૂરી આપી છે.

4% વધ્યું મોંઘવારી ભથ્થુ
સરકારે કેબિનેટ બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને મોટી રાહત આપતા 4 ટકા મોંઘવારી ભથ્થુ વધારવાનો ફેસલો લીધો છે. જણાવી દઈએ કે કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે પાછલા અઠવાડિયે જ રાજ્યસભામાં લેખિત જવાબમાં ભરોસો અપાવ્યો હતો કે માર્ચ મહિનાના પગારની સાથે જ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સનું મોંઘવારું ભથ્થુ વધારીને મળશે.

પગારમાં વધારો મળશે
સરકારના ફેસલા બાદ હવે કેન્દ્રીય કર્મચારીના માર્ચનો પગાર વધીને મળશે. ડીએમાં 4 ટકા વધારાને મંજૂરી બાદ હવે માર્ચમાં પેન્શનર્સની પેન્શન પણ વધી જશે.












Click it and Unblock the Notifications
