For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકાર ડિજિટલ પેમેન્ટ પર આપશે કૅશબેક અને ડિસ્કાઉન્ટ

ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર શક્ય તમામ પ્રયાસ કરી રહી છે. ડિજિટલ પેમેન્ટને વધારવા માટે સરકાર એક નવા વિચાર પર કામ કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર શક્ય તમામ પ્રયાસ કરી રહી છે. ડિજિટલ પેમેન્ટને વધારવા માટે સરકાર એક નવા વિચાર પર કામ કરી રહી છે, જે મુજબ જો ગ્રાહકોને કૅશબેક અને MRP પર ડિસ્કાઉન્ટનો લાભ મળશે. અહેવાલ મુજબ મહેસૂલ વિભાગના પ્રસ્તાવ અંતર્ગત રોકડની જગ્યાએ ડિજિટલ પેમેન્ટ કરતા ગ્રાહકોને MRP પર ખાસ ડિસ્કાઉન્ટ અપાશે. આ ડિસ્કાઉન્ટ 100 રૂપિયા સુધીનું હોઈ શકે છે. ઉદ્યોગો ડિજિટલ બને તે માટે આ પ્રયાસ હાથ ધરાઈ રહ્યો છે.

GST કાઉન્સિલમાં મૂકાશે પ્રસ્તાવ

GST કાઉન્સિલમાં મૂકાશે પ્રસ્તાવ

ડિજિટલ ટ્રાન્ઝેક્શનનું પ્રમાણ વધારવા માટે તૈયાર કરાયેલો આ પ્રસ્તાવ મહેસૂલ વિભાગની 4 મેના રોજ યોજાનારી GST કાઉન્સિલની મીટિંગમાં પણ રજૂ કરશે. આ મીટિંગમાં કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલી અને દરેક રાજ્યના નાણા પ્રધાન હાજરી આપશે. અહેવાલ મુજબ ડિજિટલ ટ્રાન્ઝેક્શનની સંખ્યા વધારવા માટે PMOમાં યોજાયેલી બેઠકમાં પણ ચર્ચા થઈ હતી.

PMO મીટિંગ

PMO મીટિંગ

આ મીટિંગમાં ડિજિટલ વ્યવહાર વધારવા માટે ઈન્સેટિવ આપવાની ત્રણ રીત પર ચર્ચા થઈ હતી. કૅશબેક ઉપરાંત કોઈ બિઝનેસને ડિજિટલ ટ્રાન્ઝેક્શનથી થયેલા ટર્નઓવર પર ટેક્સ ક્રેડિટ આપવાનો પણ પ્રસ્તાવ મૂકાયો હતો. ઉદ્યોગોને જેમ કાચા માલ પર ચૂકવાયેલા ટેક્સમાં ક્રેડિટ મળે છે, તેવી જ વ્યવસ્થા ગોઠવવાની પણ વાત હતી.

ડિજિટલ ટ્રાન્ઝેક્શન

ડિજિટલ ટ્રાન્ઝેક્શન

ડિજિટલ ટ્રાંઝેક્શનનો એક ચોક્કસ આંકડો પાર કરનાર ઉદ્યોગો GST ચૂકવવામાંથી પણ બચી શકે છે. અહેવાલ અનુસાર મહેસૂલ વિભાગે કૅશબેકના વિકલ્પને સહમતી આપી છે. મહેસૂલ વિભાગ માને છે કે કૅશબેક લાગુ કરવું સહેલું છે. અને તેનો દુરુપયોગ પણ અઘરો છે. સાવધાની રાખવા માટે મહેસૂલ વિભાગ કોઈ પણ ઉદ્યોગના ડિજિટલ ટ્રાન્ઝેક્શન ઈચ્છે ત્યારે ચેક કરશે, ત્યાર બાદ જ કૅશબેક તેમના બેન્ક અકાઉન્ટમાં ટ્રાન્સફર થશે.

રોકડ વ્યવહારમાં કામ કરવાની રીત

રોકડ વ્યવહારમાં કામ કરવાની રીત

ડાયરેક્ટ ટેક્સ પર થતા ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં બીજી કોઈ રીતે ઈન્સેન્ટિવ આપી શકાય કે નહીં તેની પણ PMOમાં થયેલી મીટિંગમાં ચર્ચા થઈ હતી. ડાયરેક્ટ ટેક્સ ડિપાર્ટમેન્ટે એ પણ માહિતી આપી છે કે કેવી રીતે રોકડ વ્યવહાર ઓછા કરવા માટે પગલાં લઈ શકાય. ઉલ્લેખનીય છે કે નાના ઉદ્યોગો જે ટેક્સ સ્કીમનો ભાગ છે, તેમને માટે જિટિલ રીતે થયેલા ટર્નઓવરના પ્રોફિટમાં રેટ ઓફ કેલ્ક્યુલેશન 8 ટકાથી ઘટાડીને 6 ટકા કરાયો છે.

English summary
Modi government digital transactions cashback and discount offer
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X