For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉન વચ્ચે બેંકિંગ સેક્ટરમાં મોટા બદલાવ, આગલા 6 મહિના સુધી બેંક હડતાળ નહિ થાય

લૉકડાઉન વચ્ચે બેંકિંગ સેક્ટરમાં મોટા બદલાવ, આગલા 6 મહિના સુધી બેંક હડતાળ નહિ થાય

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના વાયરસને કારણે દેશભરમાં લાગૂ લૉકડાઉનની અસર દેખાવા લાગી છે. લૉકડાઉનને કારણે બેંકિંગ સેક્ટર પર પડેલી અસરને જોતા સરકારે મોટા બદલાવ કર્યા છે. સરકારે બેંકિંગ સેક્ટરને જન ઉપયોગી સેવાઓમાં સામેલ કરતા ઈન્ડસ્ટ્રિયલ ડિસ્પ્યૂટ એક્ટ લાગૂ કરી દીધો છે. આ નિયમ લાગૂ થયા બાદ આગલા છ મહિના માટે બેંકો પર જન ઉપયોગી સેવાઓ સંબંધિત તમામ એક્ટ લાગૂ રહેશે.

sbi

ઈન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યૂટ એક્ટ અંતર્ગત હવે બેંકોમાં 6 મહિના સુધી કોઈ હડતાળ નહિ થાય. બેંકનો કોઈપણ કર્મચારી અને અધિકારી આગલા 6 મહિના સુધી હડતાળ નહિ કરી શકે. 21 એપ્રિલથી આ નવો નિયમ બધી બેંકો પર લાગૂ થઈ ગયો છે. નાણા મંત્રાલય અંતર્ગત આવતા નાણા વિભાગે નોટિફિકેશન જાહેર કરી તમામ બેંકોને સર્ક્યુલર જાહેર કર્યું છે. આ સર્ક્યુલર દ્વારા બેંકોને આગલા 6 મહિના માટે બેંકિંગ ઈન્ડસ્ટ્રીને જન ઉપયોગી સેવામાં સામેલ કરવા વિશે જાણકારી આપવામાં આવી છે.

આ સંબંધમાં નાણા વિભાગ તરફથી ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર સહિત, એસબીઆઈના ચેરમેન, રાષ્ટ્રીયકૃત બેંકોના એમડી અને સીઈઓ અને ઈન્ડિયન બેંક્સ એસોસિએશનને જાણકારી આપવામાં આવી છે. આ નવા કાનૂનને દેશભરના તમામ સાર્વજનિક ક્ષેત્રની બેંકોની સાથોસાથ ખાનગી બેંકો પર પણ લાગૂ કરવામાં આવ્યો છે. HDFC બેંક, ICICI બેંક, એક્સિસ બેંક, ફેડરલ બેંક, HSBC, સ્ટેંચાર્જ અને સિટી બેંક પર આ નિયમ લાગૂ થશે. જ્યારે કોટક બેંક, ઈંડસઈંડ બેંક અને યસ બેંકને આનાથી બહાર રાખવામાં આવ્યા છે.

Corona Impact: સોનું તોડશે બધા રેકોર્ડ, 82000ને પાર જશે 10 ગ્રામ ગોલ્ડની કિંમતCorona Impact: સોનું તોડશે બધા રેકોર્ડ, 82000ને પાર જશે 10 ગ્રામ ગોલ્ડની કિંમત

English summary
Modi Govt Big Decision: Banking declared as public utility service for 6 months. Know How is effect on bank employees
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X