For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શેર માર્કેટમાં તેજીને પીએમ મોદીએ 130 કરોડ ભારતીયોની જીત ગણાવી

નાણામંત્રી નિર્મલા સીતારમણના એલાનથી શેર બજારમાં સપ્તાહના અંતિમ કારોબારી દિસે એટલે કે શુક્રવારે જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. શેર બજારમાં 10 વર્ષમાં એક દિવસમાં સર્વાધિક વૃદ્ધિ આની પહેલા વર્ષ 2009માં

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણના એલાનથી શેર બજારમાં સપ્તાહના અંતિમ કારોબારી દિસે એટલે કે શુક્રવારે જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. શેર બજારમાં 10 વર્ષમાં એક દિવસમાં સર્વાધિક વૃદ્ધિ આની પહેલા વર્ષ 2009માં જોવા મળી હતી. પીએમ મોદીએ નાણામંત્રીના પગલાને ઐતિહાસિક ગણાવ્યું છે. જેને લઈ પીએમ મોદીએ ટ્વીટ કર્યું. બપોરે 2.15 વાગ્યે બોમ્બે સ્ટૉક એક્સચેન્જનો પ્રમુખ ઈંડેક્સ સેંસેક્સ 2102.46 અંક એટલે કે 5.83 ટકાનો વધારા બાદ 38195.93ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો.

modi

નાણામંત્રી દ્વારા કોર્પોરેટ ટેક્સમાં કટૌતીના એલાન બાદ પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે કોર્પોરેટ ટેક્સમાં કટૌતીનું પગલું ઐતિહાસિક છે. આ મેક ઈન ઈન્ડિયાનું એક શાનદાર પ્રોત્સાહન આપશે જે દુનિયાભરથી ખાનગી રોકાણને આકર્ષિત કરશે, આપણા અંગત ક્ષેત્રની પ્રતિસ્પર્ધામાં સુધારો કરશે અને વધુ નોકરીઓ પેદા કરશે. આ 130 કરોડ ભારતીયોની જીત હશે.

પીએમ મોદીએ આગલા ટ્વીટમાં લખ્યું કે પાછલા કેટલાક અઠવાડિયાઓમાં થયેલ ઘોષણાઓ સ્પષ્ટ રૂપે જણાવે છે કે અમારી સરકાર ભારતને વ્યાપાર માટે શ્રેષ્ઠ બનાવવા, સમાજના તમામ વર્ગો માટે અસરોને સારા બનાવવા અને ભારતને 5 ટ્રિલિયન ડૉલર અર્થવ્યવસ્થા બનાવવા માટે કોઈ કસર છોડી રહી નથી.

જાણો કોણ છે 16 વર્ષની ગ્રેટા, જેણે ક્લાઈમેટ ચેન્જ પર ટ્રમ્પને ખરીખોટી સંભળાવી દીધીજાણો કોણ છે 16 વર્ષની ગ્રેટા, જેણે ક્લાઈમેટ ચેન્જ પર ટ્રમ્પને ખરીખોટી સંભળાવી દીધી

English summary
modi tweets over share market gain, says its victory for 130 crore indian
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X