Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પરોપકાર કરવામાં મુકેશ અંબાણી પણ ટોચ પર, જાણો કેટલું દાન કર્યું

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના (RIL) ચેરમેન મુકેશ અંબાણી હુરુન ઇન્ડિયા પરોપકાર લિસ્ટ (Hurun India Philanthropy List 2018) માં ટોચ પર છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના (RIL) ચેરમેન મુકેશ અંબાણી હુરુન ઇન્ડિયા પરોપકાર લિસ્ટ (Hurun India Philanthropy List 2018) માં ટોચ પર છે. તેમણે ઓક્ટોબર 2017 થી સપ્ટેમ્બર 2018 ની વચ્ચે અત્યાર સુધીમાં સૌથી વધુ 437 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. અંબાણી પછી આ લિસ્ટમાં પિરામલ સમૂહના ચેરમેન અજય પિરામલ છે, જેમણે આ સમયગાળા દરમિયાન પરોપકાર માટે 200 કરોડ રૂપિયાનું દાન કર્યું છે.

10 કરોડથી વધુ દાન કરનાર દાતાઓની સૂચિ

10 કરોડથી વધુ દાન કરનાર દાતાઓની સૂચિ

હુરુન સંશોધન સંસ્થાએ 10 કરોડ રૂપિયાથી વધુ દાન કરનારા લોકોની સૂચિ તૈયાર કરી છે. હુરૂન ઇન્ડિયા પરોપકાર સૂચિ (Hurun India Philanthropy List 2018) માં સામેલ 39 ભારતીયોએ 1,560 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કોર્પોરેટ સામાજિક જવાબદારી (સીએસઆર) ખર્ચ કરે છે, જે શિક્ષણ, સમાજ, ગ્રામીણ વિકાસ અને આરોગ્યસંભાળ ક્ષેત્રોમાં ખર્ચવામાં આવે છે.

પહેલા પણ ટોચ પર હતા

પહેલા પણ ટોચ પર હતા

અંબાણી બાર્કલેઝ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2018 માં સૌથી ધનિક ભારતીય (richest Indian) હતા, જે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રજૂ કરાઈ હતી. 31 જુલાઇ, 2018 ના રોજ તેમની કુલ સંપત્તિ 3.71 લાખ કરોડ હતી.

મુકેશ અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ખર્ચ કરે છે

મુકેશ અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ખર્ચ કરે છે

દેશમાં સૌથી ધનિક ભારતીય (richest Indian) ઉદ્યોગપતિ મુકેશ અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પરોપકારી કાર્ય કરે છે. તેમની સંસ્થા શિક્ષણ, સમાજ, ગ્રામીણ વિકાસ અને આરોગ્ય સુવિધાઓના ક્ષેત્રોમાં કાર્ય કરે છે. આ સંસ્થા દ્વારા જ કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલીટી (સીએસઆર) ખર્ચ કરવામાં આવે છે.

નમામિ ગંગે અભિયાન સાથે જોડાયું જિયો

નમામિ ગંગે અભિયાન સાથે જોડાયું જિયો

ગંગા સ્વચ્છ રાખવા માટે, રિલાયન્સ જિયો નમામિ ગંગે કાર્યક્રમ સાથે જોડાઈ ગયું છે. આ મિશન હેઠળ, જીયો તેના વપરાશકર્તાઓને ગંગાને સ્વચ્છ રાખવા માટે મેસેજ અને નોટિફિકેશન મોકલશે. આ માટે કંપનીએ નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (એનએમસીજી) સાથે એક કરાર કર્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X