For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોનના બદલે લોકો પાસે ન્યૂડ સેલ્ફીની ડિમાંડ, ન ચૂકવવા પર લીક કરી દે છે ફોટો

ચીનમાં બેંક પાસેથી લોન લેવા પર લોકો પાસેથી વિચિત્ર માંગ કરાતી હોવાનો મામલો સામે આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

ચીનમાં બેંક પાસેથી લોન લેવા પર લોકો પાસેથી વિચિત્ર માંગ કરાતી હોવાનો મામલો સામે આવ્યો છે. લોન આપનારી કંપનીઓ લોનના બદલામાં યુવાનોને તેમની ન્યૂડ સેલ્ફીની ડિમાંડ કરી રહ્યા છે અને પૈસા ન ચૂકવવાની સ્થિતિમાં તેને ઓનલાઈન લીક કરી દે છે. બેંક યુવાનોની ન્યૂડ સેલ્ફીને ગેરેન્ટી તરીકે લઈ રહ્યા છે અને બદલામાં તેમને લોનની રકમ આપવામાં આવે છે. ચીનની આ 'નેકેડ લોન સર્વિસ'માં સતત વધારો થઈ રહ્યો છે. આ લોનમાં પહેલા લોકોને લોન આપવામાં આવે છે. તેમની પાસે ગેરેન્ટી તરીકે નેકેડ સેલ્ફી માંગવામાં આવે છે. બાદમાં તેમની પાસેથી વધુ વ્યાજ વસૂલવાનું શરૂ કરી દે છે. રકમની ભરપાઈ ન કરનારા લોકોને તેમનો ફોટો પરિવાર અને દોસ્તો સાથે સાથે ઓનલાઈન વેબસાઈટો પર લીક કરી દેવાની ધમકી આપવામાં આવે છે. ચીનમાં આ નેકેડ સેલ્ફી લોન બિઝનેસ તરીકે ઝડપથી વધી રહ્યો છે.

આ પણ વાંચોઃ હવે મોદી મંત્રીએ જણાવી હનુમાનની જાતિ, 'દલિત નહિ આર્ય હતા બજરંગબલી'આ પણ વાંચોઃ હવે મોદી મંત્રીએ જણાવી હનુમાનની જાતિ, 'દલિત નહિ આર્ય હતા બજરંગબલી'

ન્યૂડ સેલ્ફીના બદલે લોન

ન્યૂડ સેલ્ફીના બદલે લોન

વાઈસ ઓસ્ટ્રેલિયાના સમાચાર મુજબ ચીનમાં આવી લોન આપનારી કંપનીઓમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. જે લોનના બદલે યુવાન યુવક યુવતીઓ પાસેથી તેમની ન્યૂડ સેલ્ફી લઈ રહ્યા છે. આ કંપનીઓ લોકોને ઓનલાઈન લોન આપવાની સુવિધા આપે છે. લોનની માંગ કરનારા યુવક-યુવતીઓ પાસેથી આ કંપનીઓ ન્યૂડ સેલ્ફીની ડિમાંડ કરે છે. આ સેલ્ફી તેમની ગેરેન્ટી હોય છે.

લોન નહિ ચૂકવવા પર ફોટો લીક

લોન નહિ ચૂકવવા પર ફોટો લીક

આ કંપનીઓ નક્કી સમયસીમાની અંદર લોન ન ચૂકવનારા લોકોની નેકેડ સેલ્ફી તેમના પરિવાર અને દોસ્તો વચ્ચે લીક કરી દે છે. લોન લેનાર વ્યક્તિને ડરાવવા માટે તે આ સેલ્ફીને ઓનલાઈન વેબસાઈટો પર અપલોડ કરી દે છે. આટલુ જ નહિ આ કંપનીઓ લોકો પાસેથી વધુ વ્યાજ વસૂલે છે. ચીનમાં આ પ્રકારની લેવડદેવડને ‘નેકેડ લોન સર્વિસ'ના નામથી ઓળખવામાં આવે છે.

161 યુવતીઓના અશ્લીલ ફોટા લીક

161 યુવતીઓના અશ્લીલ ફોટા લીક

નેકેડ લોન સર્વિસ અંગે ચાઈના યુથ ડેલીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે વર્ષ 2016માં 161 યુવક-યુવતીઓના ન્યૂડ ફોટા/વીડિયોનો 10 જીબી ડેટા લીક કરી દેવામાં આવ્યો. આ લોનની જાળમાં સૌથી વધુ 19થી 23 વર્ષના યુવક-યુવતીઓ ફસાઈ જાય છે. કંપનીઓ તેમને 1000થી લઈને 2000 ડૉલર સુધીની લોન આપે છે અને બાદમાં તેમના ફોટો આઈડી સાથે અશ્લીલ ફોટો મોકલવાનું કહે છે. રિપોર્ટ મુજબ લોન ન ચૂકવવા પર ઘણા કેસોમાં લોન લેનારને સેક્સ વર્કરનું કામ કરવા માટે મજબૂર કરવામાં આવ્યા. ચીનની સરકારે આના પર રોક લગાવવા માટે ઘણી કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો પરંતુ હવે આ કંપનીઓ ચોરીછૂપે ઓનલાઈન રીતે પોતાનો વ્યવસાય ફેલાવી રહી છે.

આ પણ વાંચોઃ ખુશખબરીઃ LPG સિલિન્ડરની કિંમતમાં 133 રૂપિયાનો ઘટાડો, જાણો કારણઆ પણ વાંચોઃ ખુશખબરીઃ LPG સિલિન્ડરની કિંમતમાં 133 રૂપિયાનો ઘટાડો, જાણો કારણ

English summary
"naked loan services" being offered by Chinese e-commerce startups to students looking for ways to supplement their income.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X