
નંદન નીલેકની ઇન્ફોસિસના નવા ચેરમેન બન્યા
ઇન્ફોસિસ બોર્ડ રૂમના ચાલી રહેલા વિવાદ પછી નંદન નીલેકનીને આજે ઇન્ફોસિસના નવા ચેરમેન બનાવ્યા છે. વિશાલ સિક્કાના ઇન્ફોસિસના સીઇઓ પદેથી રાજીનામું આપ્યા પછી કંપનીમાં ચાલી રહેલા વિવાદનો અંત લાવવા તેમને નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. તેમને દેશી બીજી મોટી આઇટી કંપનીના નવા નોન એક્ઝિક્યૂટીવ ચેરમેન બનાવવામાં આવ્યા છે. અને ત્વરિત પ્રભાવ સાથે તેમના આ જવાબદારી સોંપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ઇન્ફોસિસના ચેરમેન આર શેષાસયી અને કો ચેરમેન રવિ વેંકટેશન પણ પોતાના પદેથી રાજીનામું આપ્યું છે જે બાદ નંદન નીલેકનીને આ જવાબદારી સોંપવામાં આવી છે. વધુમાં વિશાલ સિક્કાના રાજીનામા બાદ શેરમાર્કેટમાં પણ ઇન્ફોસિસને શેયર પડ્યા હતા. ત્યારે ઇન્ફોસીસના ભૂતપૂર્વ સીઇઓ નારાયણ મૂર્તિને મદદ કરવા ઇન્ફોસિસના કો-ફાઉન્ડર નીલેકની ફરીથી આ કંપનીમાં જોડાયા છે. જેથી કંપનીને હાલની પરિસ્થિતમાંથી બહાર નીકાળી શકાય.