મોદી સરકાર ફાર્મા સેક્ટર માટે ટાસ્ક ફોર્સ તૈયાર કરશે
નવી દિલ્હી, 15 નવેમ્બર : ભારતીય ફાર્મા સેક્ટરની સામે આવી રહેલા પડકારોને જોતા સરકારે તેની મદદે આવવાનો નિર્ણય લીધો છે. આ માટે ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ્સે એક ટાસ્કફોર્સની રચના કરી છે. જે ફાર્મા સેક્ટરના વિકાસ માટેના ઉપાયો જણાવશે.
આ ટાસ્કફોર્સની આગેવાની ફાર્મા ડિપાર્ટમેન્ટના સેક્રેટરી કરી રહ્યા છે. નોંધનીય છે કે ભારતની દવા કંપનીઓએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક દેશોમાં ભારતીય દવા કંપનીઓમાં નિર્મિત દવાઓ પર બેન મૂકવામાં આવ્યો છે. આ કારણે કંપનીઓ ભારે નુકસાનનો સામનો કરી રહી છે.

આ ઉપરાંત દેશમાં દવા કંપનીઓ માટે બનાવવામાં આવી રહેલા કડક નિયમોને પગલે પણ કંપનીઓની મુશ્કેલીઓ વધી રહી છે. આ કારણે સરકારે નિર્ણય લીધો છે કે તે કંપનીઓને સારી ગુણવત્તાની દવા કેવી રીતે બનાવવી અને પેકેજિંગના ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડને કેવી રીતે અનુસરવું તે શીખવાડશે.
દવા કંપનીઓને જણાવવામાં આવશે કે સોલ્ટની પસંદગી કેવી રીતે કરવી ઉપરાંત દવાની પ્રોસેસિંગ કેવી રીતે કરવી જોઇએ? આ માટે રચવામાં આવેલી ટાસ્ક ફોર્સ પોતાની સૂચનો આપશે. આ માટે તે એક ખાસ રણનીતિ તૈયાર કરશે. આ સાથે તે એમ પણ ચકાસશે કે વિવિધ સરકારી એજન્સીઓ સામે દવા કંપનીઓને શું મુશ્કેલી નડી રહી છે? આ માટે તેમને મુશ્કેલી કેવી રીતે દૂર કરી શકાય? ટાસ્ક ફોર્સ 3 મહિનામાં પોતાનો રિપોર્ટ આપશે.












Click it and Unblock the Notifications
