National Savings Certificate :પોસ્ટ ઓફિસની આ સ્કીમ છે બેસ્ટ, મળશે ફિક્સ ડિપોસિટ કરતા વધુ વ્યાજ
National Savings Certificate : દરેક લોકો બચત કરવાનું વિચારે છે. તેઓ આ બચતનું રોકાણ કરી મહતમ રિટર્ન મેળવે તેવા પ્રયત્ન કરે છે. આવામાં આપણે સરકારની નાની બચત યોજના વિશે જાણી શું. સરકારે તાજેતરમાં આ બચત યોજનાના વ્યાજ દરમાં વધારો પણ કર્યો છે. પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પર મળતા વ્યાજ દરોમાં મોટો વધારો કર્યો છે.
આ વ્યાજ દર બેંક ફિક્સ્ડ ડિપોઝિટ પર ઉપલબ્ધ વ્યાજ દર કરતા ઘણો વધારે છે. આવી સ્થિતિમાં તમે પોસ્ટ ઓફિસ સ્કીમ દ્વારા સારો નફો કમાઈ શકો છો. આ સ્કીમમાં રોકાણકારોને ટેક્સ છૂટનો લાભ પણ મળે છે.

બેંક FD જેવો સલામત વિકલ્પ
સરકારે નાની બચત યોજનાઓના વ્યાજદરમાં વધારો કર્યો છે. આ પછી હવે પોસ્ટ ઓફિસ એનએસસી પર વાર્ષિક 7.7 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે. આ બેંક એફડી કરતા વધારે છે.
આ સિવાય એનએસસીમાં પૈસા રોકાણ કરવાના અન્ય ઘણા ફાયદા છે. NSC એ સરકારી બચત યોજના છે, જે સરકાર દ્વારા પોસ્ટ ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, તે રોકાણ માટે સલામત વિકલ્પ છે.
NSC ના ફાયદા
તમે NSC માં રોકાણ કરીને ઘણા ફાયદા મેળવો છો, જેમ કે તેમાં ફક્ત 1000 રૂપિયાથી રોકાણ કરવાની સુવિધા ઉપલબ્ધ છે. તેનો લોક ઇન પિરિયડ 5 વર્ષનો છે.
સરકારી યોજના હોવાથી પૈસા ડૂબવાનું જોખમ નથી. NSC પર લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. બેંકમાં ગીરો મૂકીને તમે સરળતાથી લોન લઈ શકો છો.
ફાઇનાન્શિયલમાં રૂપિયા 1.5 સુધીના રોકાણ પર તમને આવકવેરાની કલમ 80C હેઠળ કર મુક્તિ મળે છે. જોકે, તમે આમાં 5 વર્ષ બાદ જ તમારા પૈસા ઉપાડી શકો છો. પાકતી મુદ્દત પહેલા રોકાણ કરેલી રકમ ઉપાડવાની કોઈ સુવિધા આપવામાં આવી નથી.












Click it and Unblock the Notifications
