For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાષ્ટ્રીયકૃત SBIમાં પણ ચાલે છે હવાલા કાંડ

|
Google Oneindia Gujarati News

sbi
નવી દિલ્હી, 6 મે : આ વર્ષે માર્ચમાં એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક અને એક્સિસ બેંકની વિરુદ્ધ મની લોન્ડ્રિંગનો ખુલાસો કર્યા બાદ ઇન્વેસ્ટિગેટિવ સાઇટ કોબરા પોસ્ટે હવે કેટલીક અન્ય બેંકો અને ઇન્શ્યોરન્સ કંપનીઓ પર કાળા નાણાને સફેદ નાણામાં ફેરવી આપવાના હવાલા કાંડમાં સામેલ હોવાનો દાવો કર્યો છે.

હવે કોબરા પોસ્ટે પોતાના સ્ટિંગ ઓપરેશન ' રેડ સ્પાઇડર - 2' દ્વારા દાવો કર્યો છે કે તેની પાસે 23 બેંકો અને ઇન્શ્યોરન્સ કંપનીઓના મની લોન્ડ્રિંગમાં સામેલ હોવાના પુરાવા છે. આ બાબતના વિડિયો પણ તેણે રજૂ કર્યા છે. કોબરા પોસ્ટો દાવો કર્યો છે કે કાળા નાણાને ધોળા કરવાનો વેપાર આપણી બેંકિંગ સિસ્ટમમાં સમાંતર રીતે ચાલી રહ્યો છે. આ સમસ્યા માત્ર ખાનગી ક્ષેત્રની બેંકો કે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુટ્સમાં નથી પણ રાષ્ટ્રીયકૃત બેંકોમાં પણ છે.

આ ખુલાસો કરવા માટે કોબરા પોસ્ટના રિપોર્ટર્સ અંદાજે 6 મહિના સુધી ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, આંધ્ર પ્રદેશ, કર્ણાટકમાં ફરીને આ માટેના પુરાવા એકત્ર કર્યા છે. આ સ્ટિંગ ઓપરેશનમાં અનેક બેંકોના સિનિયર મેનેજર્સ કેમેરામાં કાળા નાણાને સફેદ કરવા માટેની ટિપ્સ અન્ડરકવર રિપોર્ટર્સને આપતા જોવા મળે છે.

આ વખતે કોબરા પોસ્ટે રાષ્ટ્રીયકૃત બેંકોની પોલ ખોલી છે. આમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ), રિલાયન્સ લાઇફ ઇન્શ્યોરન્સ, કેનેરા બેંક, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, આઇડીબીઆઇ, યસ બેંક, એચડીએફસી, એક્સિસ, આઇસીઆઇસીઆઇ, ઓબીસી, ઇન્ડિયન ઓવરસીસ બેંક, ટાટા એઆઇજી, ફેડરલ બેંક, અલ્હાબાદ બેંક, ઇન્ડિયન બેંક, કોર્પોરેશન બેંક, ડીસીબી બેંક, દેના બેંક અને ધનલક્ષ્મી બેંકના સ્ટિંગ કર્યા છે. સ્ટિંગમાં દર્શાવાયું છે કે આ નાણાકીય સંસ્થાઓ નિયમોને નેવે મૂકીને હવાલા કૌભાંડ આચરી રહી છે.

નોઇડામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બ્રાન્ચ મેનેજર પી કુમાર કેમેરામાં એમ કહી રહ્યા છે કે રૂપિયા 5-6 કરોડનું કાળુ નાણું ધોળું કરવા માટે બેંકમાં 5 એકાઉન્ટ ખોલાવી દેવાના. તેમાં ધીરે ધીરે નાણા જમા કરવાના. તેમણે એમ કહ્યું કે તમામ એકાઉન્ટમાં શરૂઆતમાં પાંચ-પાંચ લાખ રૂપિયા જ નાખવાના. ત્યાર બાદ ત્રણ ચાર લોકર લઇને દરેકમાં રૂપિયા 40થી 50 લાખ નાખવાની સલાહ આપી હતી.

પંચકૂલામાં એસબીઆઇની ચીફ મેનેજર જે કોરને જ્યારે રિપોર્ટરે જણાવ્યું કે તેણે પાંચ કરોડ રૂપિયા રોકવા છે ત્યારે તેણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની સલાહ આપી. જ્યારે તેને કહેવામાં આવ્યું કે તેમને કાળા નાણા રોકવા છે ત્યારે તેમણે બેંકમાં ત્રણ એકાઉન્ટ ખોલાવીને સુરક્ષિત રોકાણ કેવી રીતે કરી શકાય તે અંગેની સલાહ આપી હતી.

English summary
Nationalized SBI has also Hawala scam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X