For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CAGનો રિપોર્ટ, નેટ રેવન્યૂ સરપ્લસમાં 66.10%નો ઘટાડો

CAGનો રિપોર્ટ, નેટ રેવન્યૂ સરપ્લસમાં 66.10%નો ઘટાડો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશની અર્થવ્યવસ્થા હાલ સારી સ્થિતિમાં નથી. જીડીપી 6 વર્ષના ન્યૂનતમ સ્તરે પહોંચી ગયો છે તો દેશ આર્થિક મંદી તરફ વધી રહ્યો છે. જ્યારે સીએજીનો રિપોર્ટ પણ સામે આવ્યો છે. સીએજીના રિપોર્ટ મુજબ નેટ રેવન્યૂ સરપ્લસમાં ઘટાડો નોંધાયો છે.

cag

કેગના તાજા રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2016-17માં નેટ રેવન્યૂ સરપ્લસ 4913 કરોડ રૂપિયાથી ઘટીને નાણાકીય વર્ષ 2017-18માં 1665.61 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. નેટ રેવન્યૂ સરપ્લસમાં 66.10 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે 2017-18માં ટોટલ કેપિટલ એક્સપેંડિચરમાં આંતરિક સંસાધનોની ભાગીદારી પણ ઘટીને 3.01 ટકા રહી ગઈ છે.

જો દેશની આર્થિક સ્થિતિની વાત કરીએ તો જાહેર આંકડાઓ મુજબ ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ભારતના વિકાસદરમાં મોટો ઘટાડો નોંધાયો છે. તાજા રિપોર્ટ્સ મુજબ ભારતનો જીડીપી ગ્રોથ 4.5 ટકા પર પહોંચી ગયો છે. જણાવી દઈએ કે આ આંકડા પાછલા 6 વર્ષમાં સૌથી નીચલા સ્તરે છે.

SPG હટ્યા બાદ પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં મોટી ચૂક, તપાસ વિના ઘૂસી આવ્યા 5 લોકોSPG હટ્યા બાદ પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં મોટી ચૂક, તપાસ વિના ઘૂસી આવ્યા 5 લોકો

English summary
Net revenue surplus decreased by 66.10% says CAG
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X