આવનારા બે વર્ષ ટાટા સ્ટીલ માટે પડકારજનક : મિસ્ત્રી

cyrus-mistry-tata-group-chirman
નવી દિલ્હી, 18 જુલાઇ : ટાટા સ્ટીલના ચેરમેન સાયરસ મિસ્ત્રીએ જણાવ્યું કે આવનારા બે વર્ષ ટાટા સ્ટીલ માટે પડકારજનક બની રહેશે. તેમણે આ સાથે એમ પણ જણાવ્યું કે કંપની પોતાની પ્રોડક્શન પ્લાન્ટની સંપત્તિને યોગ્ય આકાર આપવા માટે અનેક પગલાં ઉઠાવી રહ્યા છે. આ પગલાંની અસર બાદ તે વધારે મજબૂત બનીને આગળ આવશે.

મિસ્ત્રિએ કંપનીના ચેરમેન તરીકે કંપનીના શેરધારકોને લખેલા વાર્ષિક પત્રમાં જણાવ્યું છે કે કાચા માલની કિંમતોમાં ઉતાર ચઢાવ તથા મુખ્ય બજારોમાં પ્રણાલીગત નબળાઇને ધ્યાનમાં રાખીને 18થી 24 મહિના ટાટા સ્ટીલ માટે પડકારજનક રહેશે.

તેમણે જણાવ્યું કે મને વિશ્વાસ છે કે અમે ખાસ પસંદ કરેલા પ્લાન્ટ્સમાં રોકાણ અને તેનો વિકાસ કરવા સહિતના વ્યવસ્થાકીય પગલાં ઉઠાવ્યા છે. તેનાથી કંપની મજબૂત બનીને ઉભરશે. ગયા વર્ષે ડિસેમ્બરમાં રતન ટાટા પાસેથી ટાટા સમૂહની જવાબદારી સંભાળનારા મિસ્ત્રીએ આ અંગે વિસ્તારથી નથી જણાવ્યું કે ટાટા સ્ટીલના પ્લાન્ટનો આકાર કેવો હશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X