નિર્મલા સીતારમણે રઘુરામ રાજનને સૌથી અસફળ RBI ગવર્નર ગણાવ્યા, જાણો બીજુ શું કહ્યું?
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની નીતિઓ પર સમયે સમયે સવાલ ઉઠાવતા આરબીઆઈના પુર્વ ગવર્નર રઘુરામ રાજન પર નાણામંત્રી નિર્મલા સીતારમણે હુમલો કર્યો છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન પર વળતા પ્રહાર કરતા કહ્યું કે, આરબીઆઈના ભૂતપૂર્વ વડા રઘુરામ રાજન તેમની ફરજો નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે.

એક ઈન્ટરવ્યુ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, જ્યારે દેશમાં બેંકિંગ સિસ્ટમ મુશ્કેલીમાં હતી ત્યારે રઘુરામ રાજને તેના પર કોઈ ધ્યાન ન આપ્યું.
એક ટીવી ઈન્ટરવ્યુમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, રઘુરામ રાજન આરબીઆઈના વડા તરીકે બેંકોનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગયા. આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન સામે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા અત્યાર સુધીનો આ સૌથી મોટો વળતો હુમલો છે.
નાણામંત્રીએ જણાવ્યું કે, બેંકો મુશ્કેલીમાં હતી, કારણ કે નિયમનકારો બીજી તરફ જોઈ રહ્યા હતા અને બેંકોને ફોન કોલ આવી રહ્યા હતા. તેમણે કહ્યું કે રઘુરામ રાજને બેંકોને નિયમો આપવા જોઈએ અને તેમને બહારના દબાણથી બચાવવા જોઈએ.
નિર્મલા સીતારમણના કહેવા પ્રમાણે, રાજને પહેલા એ સ્પષ્ટ કરવું જોઈએ કે શું તેઓ અર્થશાસ્ત્રી છે કે દરેક વખતે તેઓ બોલે ત્યારે રાજકારણીની ટોપી પહેરી લે છે.
જણાવી દઈએ કે, તાજેતરમાં જ રઘુરામ રાજને પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે વિકસિત દેશ બનવા માટે ભારતે 9 થી 10 ટકા જીડીપી ગ્રોથનું લક્ષ્ય નક્કી કરવું જોઈએ. પોતાના નિવેદનમાં રાજને કહ્યું હતું કે, જો ભારત વર્તમાન દરે વૃદ્ધિ કરશે તો તે 2047 સુધીમાં વિકસિત દેશની શ્રેણીમાં આવી શકશે નહીં.












Click it and Unblock the Notifications
