For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાની બચત યોજનાઓ પર વ્યાજ દરમાં કોઈ કટૌતી નહિ

નાની બચત યોજનાઓ પર વ્યાજ દરમાં કોઈ કટૌતી નહિ

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આ અંગે જાણકારી આપતા જણાવ્યું કે નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં કટૌતીનો આદેશ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. હવે લઘુ બચત યોજના એટલે કે નાની બચત યોજનાઓ પર જૂના વ્યાજ દર જ ચાલુ રહેશે. નિર્મલા સીતારમણે આ વાતની જાણકારી 1 એપ્રિલે સવારે ટ્વીટ કરીને આપી છે. નાણામંત્રીએ જણાવ્યું કે આ ઘોષણા પરત લેવાની સાથે જ જૂના દર જ લાગૂ રહેશે. નિર્મલા સીતારમણે ટ્વીટ કર્યું, "ભારત સરકારની લઘુ બચત યોજનાઓની વ્યાજ દર જૂના વ્યાજ દર પર બની રહેશે, જે નાણાકીય વર્ષ 2020-21ના અંતિમ ક્વાર્ટરમાં હતા. એટલે કે માર્ચ 2021ના વ્યાજ દર જ ચાલુ રહેશે. જૂના આદેશને પાછો ખેંચી લેવાશે."

nirmala sitharaman

કેન્દ્ર સરકારે બુધવારે નાની બચત યોજનાઓ પર વ્યાજ દર ઘટાડવાનો ફેસલો લીધો હતો. નાણા મંત્રાલયે નોટિફિકેશન જાહેર કરી જણાવ્યું કે નાની બચત યોજનાઓ પર વ્યાજ દર 1.10 ટકા સુધી ઘટાડવામાં આવ્યો છે. નવા દર એક એપ્રિલથી લાગૂ થઈ જશે. પરંતુ હવે કેન્દ્ર સરકારે આ આદેશ પાછો ખેંચી લીધો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્વીટ કરી કહ્યું કે નાની બચત યોજનાઓ પર જૂના વ્યાજ દર જ ચાલુ રહેશે.

પશ્ચિમ બંગાળ અને આસામમાં બીજા તબક્કાનું મતદાન શરૂ, પીએમ મોદીએ કરી આ અપીલપશ્ચિમ બંગાળ અને આસામમાં બીજા તબક્કાનું મતદાન શરૂ, પીએમ મોદીએ કરી આ અપીલ

લેટેસ્ટ ન્યૂઝ અને બ્રેકિંગ ન્યૂઝ તથા સમાચાર વિશ્લેષણ માટે અમારી સાથે ટેલિગ્રામમાં જોડાવ

English summary
No reduction in interest rates on small savings schemes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X