For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે ડિજિટલ સિગ્નેચર વિના ઇન્કમ ટેક્સ ચૂકવણી શક્ય

|
Google Oneindia Gujarati News

income-tax-department-logo
નવી દિલ્હી, 22 જૂન : કરવેરા વિભાગ દ્વારા દેશમાંથી લક્ષ્યાંક પ્રમાણે ઈન્કમ ટેક્સ મેળવી શકાય અને કરદાતાઓ પણ સરળતાથી વેરો ભરી શકે તે માટેના સતત પ્રયત્નો કરવામાં આવતા હોય છે. કરદાતાઓની સરળતાને ધ્યાનમાં રાખીને જ કરવેરા વિભાગ દ્વારા ઈ રિટર્ન ભરવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

હવે આગામી સમયમાં કરદાતાઓ દ્વારા ડિજિટલ સહીં વગર પણ કરવેરો ભરી શકાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. કરવેરા વિભાગના અગ્રણી અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ઈ રિટર્ન ભરતા કરદાતાઓ માટે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. આ યોજનાથી બે કરોડ કરદાતાઓને લાભ થશે.

કરવેરા વિભાગ દ્વારા આ અરજી કેન્દ્ર સરકારને સોંપી દેવામાં આવી છે અને તેમાં ઘણા પગલા પણ લેવામાં આવી ગયા છે. શક્ય છે કે કરવેરા વિભાગ દ્વારા આ નિયમ સપ્ટમ્બર મહિનાથી પણ લાગુ કરી શકે છે. જોકે વ્યક્તિગત કરવેરો ભરનાર કરદાતાઓને 31 જુલાઈ સુધીમાં કરવેરો ભરી દેવાનો હોવાથી તેઓ આ યોજનાનો લાભ લઈ શકશે નહીં.

હાલ ઈ રિટર્ન ભરતા કરદાતાઓને પેપર વેરિફિકેશન માટે આઈટીઆર વી દ્વારા ડિજિટલ સહી કરીને કરવેરો ભરવો પડે છે. ઈ રિટર્ન ભરનાર કરદાતાઓએ તેમના ફોર્મનાં વેરિફિકેશન માટે બેંગલુરુંમાં સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટરમાં મોકલવાનું હોય છે, પરંતુ કુલ ઈ રિટર્ન કરદાતાઓમાં 10 ટકા લોકો નિષ્ફળ જતા હોય છે. આ વર્ષે આ યોજના વર્ષના મધ્યથી લાગુ કરવાનું આયોજન ચાલી રહ્યું હોવાથી સરેરાશ 2.7 કરોડ કરદાતાઓ તેનો લાભ લઈ શકશે.

English summary
Now pay online Income Tax without digital signature.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X