Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હવે રેલ્વે, મેટ્રો અને બસમાં પેમેન્ટ આસાન થઈ જશે, આરબીઆઈએ મોટી મંજુરી આપી

રોજ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સફર કરતા લોકો માટે આરબીઆઈ તરફથી એક સારા સમાચાર આવ્યા છે. આરબીઆઈની મંજુરી મળતા જ હવે આવા લોકોની મોટી મુશ્કેલીઓ દુર થવા જઈ રહી છે.

ભારતીય રિઝર્વ બેંક દ્વારા આપવામાં આવેલી મંજૂરી જાહેર પરિવહન દ્વારા મુસાફરી કરતા મુસાફરોને મોટી સુવિધા પૂરી પાડશે.

RBI

ભારતીય રિઝર્વ બેંકે કેટલીક રાષ્ટ્રીય બેંકો અને NBFC ને જાહેર પરિવહનમાં વ્યવહાર કરવા માટે પ્રીપેડ કાર્ડ જારી કરવાની પરવાનગી આપી છે. આ પ્રીપેડ કાર્ડ્સ દ્વારા તમે રેલ, મેટ્રો, બસ, ટોલ અને પાર્કિંગ જેવી ચૂકવણી ખૂબ જ સરળતાથી કરી શકશો.

જણાવી દઈએ કે, ભારતીય રિઝર્વ બેંકના આદેશ મુજબ હવે દેશની ઘણી બેંકો અને NBFC પણ આ પ્રીપેડ કાર્ડ જારી કરશે. હાલમાં Paytm દ્વારા એવું એક પ્રીપેડ કાર્ડ ચાલે છે જેનો ઉપયોગ તમે મેટ્રોમાં મુસાફરી કરતી વખતે પણ કરી શકો છો.

જો તમારી પાસે આ કાર્ડ છે તો તમારી પાસે ભાડું ચૂકવવા રોકડ અને UPI સિવાય અન્ય વિકલ્પ હશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેના નોટિફિકેશનમાં કહ્યું કે, ટ્રાન્સપોર્ટ કંપનીઓ માટે ટ્રાન્ઝેક્શનનું આ માધ્યમ લોકોની અવરજવરને વધુ સરળ બનાવશે અને પેમેન્ટ ટેક્નોલોજીને વધુ સુરક્ષિત બનાવશે. આ ઉપરાંત તે વધુ ઝડપી ડિજિટલ ટ્રાન્ઝેક્શનની સુવિધા પ્રદાન કરશે.

જણાવી દઈએ કે, દેશભરમાં પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટ સર્વિસ દરરોજ મોટી સંખ્યામાં મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે અને સેવા પૂરી પાડે છે. પ્રીપેડ કાર્ડ બેંકો અને NBFC દ્વારા જારી કરવામાં આવશે.

આ કાર્ડમાં ટ્રાન્ઝિટ સર્વિસ, ટોલ ટેક્સ અને પાર્કિંગમાં અલગ-અલગ પેમેન્ટ કરવા માટે સંબંધિત ઓટોમેટેડ ફેર કલેક્શન એપ્લિકેશન આપવામાં આવશે.

આ કાર્ડ મેટ્રો, બસ, રેલ અને જળમાર્ગો જેવી પરિવહન વ્યવસ્થા દરમિયાન ચૂકવણી કરવા માટે ઉપયોગી થશે. આ સિવાય તમે પાર્કિંગ અને ટોલ ટ્રાન્ઝેક્શન માટે પણ તેનો ઉપયોગ કરી શકશો.

આ PPI કાર્ડ્સની સૌથી ખાસ વાત એ હશે કે તેમને જારી કરવા માટે કોઈ KYC વેરિફિકેશનની જરૂર નહીં પડે. આ કાર્ડને રિચાર્જ કર્યા પછી જ ઉપયોગ થશે અને જો પૈસા સમાપ્ત થઈ જશે તો તમારે ફરીથી તેમાં પૈસા ઉમેરવા પડશે.

તમને જણાવી દઈએ કે આમાં જમા રકમ 3000 રૂપિયાથી વધુ નહીં રહી શકે. PPI કાર્ડ કાયમી ધોરણે માન્ય રહેશે. પરંતુ તમને આ કાર્ડ દ્વારા કોઈપણ પ્રકારનો વ્યવહાર કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં, ન તો તમને આ કાર્ડ પર રિફંડ અથવા ફંડ ટ્રાન્સફર કરવાની મંજૂરી આપવામાં આવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X