ખુશખબર : હવે પીએફ બેઝિક પર નહીં, આખા પગાર પર કપાશે!

હાલમાં મોટાભાગની ખાનગી કંપનીઓ ડીએ નથી આપતી. બીજી બાજુ, મોટાભાગની કંપનીઓ વગર બેઝિક સેલરી વધારે અન્યોમાં સેલરીનાં અમુક ટકા વધારી દે છે. આને કારણે હજારો કર્મચારીઓનું પીએફ લાંબા સમય સુધી જે પ્રમાણે કપાય તે રીતે જ કપાતુ રહે છે. કંપનીઓનાં આવા વલણથી કર્મચારીઓ નોકરી દરમિયાન બચત નથી કરી શકતા.
ઈપીએફઓએ ગત વર્ષે નવી સૂચના બહાર પાડી હતી પરંતુ બાદમાં કંપની માલિકોનાં વિરોધને કારણે તેને પાછી ખેંચી લીધી હતી. ઈન્ડસ્ટ્રીઝવાળા એ વાત પર અક્કડ છે કે ભથ્થાનાં રૂપમાં તમામ પ્રકારનાં ભથ્થાઓને નવી રીતે વ્યાખ્યાયિત કરવાની જરૂર છે. આ મામલે શ્રમ વિભાગ તરફથી પ્રસ્તાવનો અભ્યાસ કરનારી સમિતીએ પણ આની મંજૂરી આપી દીધી છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, શ્રમ વિભાગ પણ ઈપીએફઓની આ પહેલથી રાજી છે.












Click it and Unblock the Notifications
