હવે વિદેશયાત્રા થઇ ખૂબ જ સસ્તી, સરકારે કરી મોટી જાહેરાત
વિદેશ જનારા પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. ઈન્ટરનેશનલ ફ્લાઈટ દ્વારા મુસાફરી હવે સરળ બની જશે.
વિદેશ જનારા પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. ઈન્ટરનેશનલ ફ્લાઈટ દ્વારા મુસાફરી હવે સરળ બની જશે. હકીકતમાં, નાણા મંત્રાલયે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન કરતી સ્થાનિક એરલાઇન્સને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પાસેથી એરક્રાફ્ટ ઇંધણ એટલે કે એટીએફની ખરીદી પર 11 ટકા મૂળભૂત એક્સાઇઝ ડ્યુટીમાંથી રાહત આપી છે. એટલે કે હવે એટીએફ પર એક્સાઈઝ ડ્યુટી નહીં લાગે.

સરકાર દ્વારા આપવામાં આવી માહિતી
મંત્રાલયે એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ઓપરેટ કરવા માટે સ્થાનિક એરલાઈન્સને વેચવામાં આવતા ATFપર બેઝિક એક્સાઈઝ ડ્યૂટી વસૂલવામાં આવશે નહીં. આ નિર્ણય 1 જુલાઈ, 2022થી અમલમાં આવ્યો છે.

ATF પર વધારાની આબકારી જકાત લાદવામાં આવી હતી
નોંધનીય છે કે, અગાઉ 1 જુલાઈના રોજ સરકારે એરક્રાફ્ટ ઈંધણની નિકાસ પર 6 રૂપિયા પ્રતિ લીટરના દરે વિશેષ વધારાની એક્સાઈઝડ્યુટી લાદવાની જાહેરાત કરી હતી. તે પછી શંકા હતી કે, આ ફી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન કરતી સ્થાનિક એરલાઇન્સ પર લાગુથશે કે કેમ, પરંતુ હવે સરકારે આ આ અંગે સ્પષ્ટતા કરી છે.

11 ટકા એક્સાઇઝ ચૂકવવી પડશે
જોકે, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ અભિપ્રાય આપ્યો હતો કે, ATF નિકાસ પર એક્સાઇઝ ડ્યુટી વસૂલ્યા બાદ, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સધરાવતી સ્થાનિક એરલાઇન્સે 11 ટકાના દરે મૂળભૂત એક્સાઇઝ ડ્યુટી ચૂકવવી પડશે, પરંતુ નાણા મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, આ એક્સાઈઝ ડ્યુટી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે સ્થાનિક એરલાઈન્સ પર લાગુ થશે નહીં.
ઉલ્લેખનીય છે કે, આ વ્યવસ્થા વિદેશી એરલાઈન્સનેએક્સાઈઝ ડ્યુટીમાં આપવામાં આવેલી છૂટને અનુરૂપ હશે.

એરલાઇન ઉદ્યોગ માટે આવકાર્ય પગલું
સરકારના આ નિર્ણયથી એરલાઈન્સ ઈન્ડસ્ટ્રીમાં ખુશીનો માહોલ છે. કેપીએમજીના ટેક્સ પાર્ટનર અભિષેક જૈને જણાવ્યું હતું કે, વિદેશ જતાએરક્રાફ્ટના ઈંધણ પર એક્સાઈઝ ડ્યુટી લાદવાને કારણે સરકારે રાહત આપી છે. એરલાઇન ઉદ્યોગ માટે આ આવકારદાયક પગલું છે.












Click it and Unblock the Notifications
