Google Pay એપ દ્વારા Gold ખરીદી અને વેચી શકશો

ગૂગલે ગોલ્ડ ટ્રેડિંગ કંપની MMTC-PAMP સાથે જોડાણ કર્યું છે. આ હેઠળ, તેમણે ગૂગલ પે નો ઉપયોગ કરનાર લોકો માટે ગોલ્ડ ખરીદવાની-વેચવાની સુવિધા પ્રદાન કરી છે.

ગૂગલે ગોલ્ડ ટ્રેડિંગ કંપની MMTC-PAMP સાથે જોડાણ કર્યું છે. આ હેઠળ, તેમણે ગૂગલ પે નો ઉપયોગ કરનાર લોકો માટે ગોલ્ડ ખરીદવાની-વેચવાની સુવિધા પ્રદાન કરી છે. તમને જણાવી દઈએ કે આ પ્રકારની સેવા પહેલેથી જ paytm, Mobikquic અને phone pay આપી રહી છે.

Google Pay

જણાવી દઈએ કે Google એ એક નિવેદનમાં કહ્યું કે MMTC-PAMP સાથેની આ ભાગીદારી દ્વારા, Google Pay યુઝર 99.99 ટકા શુદ્ધતા વાળું 24 કૅરેટનું સોનુ ખરીદી શકે છે. જાણકારી આપી દઈએ કે MMTC-PAMP દેશની એકમાત્ર LBMA માન્યતા પાત્ર ગોલ્ડ રિફાઇનરી કંપની છે.

બીજો સૌથી મોટો ગોલ્ડ કંજ્યુમર દેશ

જાણકારી આપી દઈએ કે Google Pay ઇન્ડિયાના ડિરેક્ટર (પ્રોડક્ટ મેનેજમેન્ટ) અંબરીશ કનઘેનું કહેવું છે કે ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં સોનું ખૂબ મૂલ્યવાન છે. તે ભારતને વિશ્વનો બીજો સૌથી મોટો ગોલ્ડ ઉપભોક્તા દેશ બનાવે છે. મોટાભાગના ભારતીયો અક્ષય તૃતિયા, ધનતેરસ અથવા દિવાળીના પ્રસંગે સોનું ખરીદે છે.

ભાવ દર મિનિટે અપડેટ કરવામાં આવશે

તમને જણાવી દઈએ કે Google Pay વપરાશકર્તાઓ કેટલા પણ મૂલ્યનું સોનુ ખરીદી શકે છે અને તેને MMTC-PAMP સુરક્ષિત તિજોરીમાં રાખશે. વપરાશકર્તા કોઈપણ સમયે નવા મૂલ્ય પર આ ગોલ્ડ વેચી શકે છે. ભાવ દર મિનિટે અપડેટ કરવામાં આવશે, જે Google Pay ઍપ પર જોઈ શકાશે.

તાજેતરમાં આરબીઆઇને ગૂગલ પે વિશે પૂછવામાં આવ્યું

આ જાહેરાત એવા સમયે કરવામાં આવી હતી, જ્યારે એક દિવસ પહેલા જ દિલ્હી હાઇકોર્ટે રિઝર્વ બેંકને પૂછ્યું કે આખરે Google Pay કઈ રીતે મંજૂરી વિના ફાઇનાશીયલ ટ્રાન્ઝેક્શનની સુવિધા આપી રહ્યું છે. કોર્ટે આરબીઆઈ અને ગૂગલ ઇન્ડિયાને નોટિસ જારી કરી છે અને આ બાબતમાં તેમનો મત પૂછ્યો છે. જો કે, ગૂગલના એક પ્રવક્તાએ બાદમાં નિવેદનમાં જણાવ્યું હતું કે Google Pay તમામ કાયદાકીય જરૂરિયાતોને પુરી કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X