હવે ટિકટ વગર પણ ચઢી શકો છો ટ્રેનમાં, નહીં લાગે દંડ, પણ...

Posted By:
Subscribe to Oneindia News

સામાન્ય રીતે અનેક વાર તમે ટ્રેન પકડો છો પણ તમારી પાસે તે ટ્રેનની ટિકીટ નથી હોતી અને દંડથી બચવા માટે ટીટીઇ આવતા જ તમે બાથરૂમમાં ભરાઇ જાવ છો. પણ હવે ટિકીટ પગર યાત્રા કરવા પર તમને નહીં લાગે કોઇ દંડ. કારણ કે હવે તમે ટ્રેનમાં જ ટિકીટ મેળવી શકશો. આ અંગે તમારે ટીટીઇને તેની જાણકારી આપવી પડશે. ટીટીઇ આ માટે તમારા પર દંડ નહીં લગાવે. અને ટ્રેનના ભાડા મુજબ તમને ટિકિટ કરી આપશે. રેલવેએ આઇઆરસીટીસીની વેબસાઇટ અને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પણ આ અંગે જાહેરાત કરી છે.

train

કેવી રીતે?

ટીટીઇ સ્ટાફને હેન્ડ હેલ્ડ મશીન આપી આ નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. જો તમે ટિકિટ વગર ટ્રેનમાં ચઢ્યા હોવ તો તે તમને આ મિશન દ્વારા ટિકિટ આપશે. આ માટે તમારે ભાડા કરતા 10 રૂપિયા વધારે આપવા પડી શકે છે. પણ કોઇ દંડ નહીં.

train

1000 રૂપિયા દંડ

અત્યાર સુધી વ્યવસ્થા તેવી હતી કે જો કોઇ વ્યક્તિ ટિકિટ વગર ટ્રેનમાં પકડાય છે તો તેને જેટલું ભાડું છે તેનાથી વધુ દંડ આપવો પડતો હતો. મેજિસ્ટ્રેટ ચેકિંગમાં ભંડની રકમ 1000 રૂપિયા સુધી પણ વસૂલવામાં આવતી હતી. ત્યારે આ નિયમ પછી લોકોની સુવિધા વધશે તેવું મનાઇ રહ્યું છે.

English summary
Now you can get the railway ticket in the train itself. Read here more.
Please Wait while comments are loading...