હવે Zomato પર ખાવાનું ઓર્ડર કરવા સાથે પેમેન્ટ પણ કરી શકાશે, આરબીઆઈની મંજુરી

ફૂડ ડિલિવરી એપ્પ ઝોમેટોને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે ઝોમેટો પર ફુડ ઓર્ડર કરવા સાથે સાથે પેમેન્ટ પણ કરી શકાય છે.

ઝોમેટોને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી પેમેન્ટ એગ્રીગેટર લાઇસન્સ મળ્યું છે અને આ હેઠળ તમે Zomato દ્વારા ખૂબ જ સરળતાથી પેમેન્ટ કરી શકશો. Zomatoને આ પેમેન્ટ એગ્રીગેટ લાઇસન્સ મેળવવામાં 3 વર્ષ લાગ્યાં છે.

Zomato

Zomato દ્વારા શેરબજારને આપવામાં આવેલી માહિતીમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. Zomato એ 4 ઓગસ્ટ, 2021ના રોજ પેમેન્ટ એગ્રીગેટર લાયસન્સ માટે RBIને અરજી કરી હતી, જે અંતર્ગત હવે આ કંપનીને રિઝર્વ બેંક દ્વારા લાઇસન્સ આપવામાં આવ્યું છે.

આ લાઇસન્સ ઝોમેટો પેમેન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડને ભારતીય રિઝર્વ બેંક દ્વારા આપવામાં આવ્યું છે. તે Zomatoની સંપૂર્ણ માલિકીની કંપની છે. RBIએ 24 જાન્યુઆરી 2024ના રોજ આ લાઇસન્સ જારી કર્યું છે.

આ સાથે Zomato પણ હવે Razer અને Tata પર કેશ ફ્રી જેવી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન એપ્લિકેશનની શ્રેણીમાં જોડાઈ ગયું છે. Zomatoની પેમેન્ટ એપ લોન્ચ થવાથી તેને બેવડો ફાયદો મળી શકે છે.

આનું કારણ એ છે કે જે લોકો તેના દ્વારા ફૂડ ઓર્ડર કરે છે અને જે લોકો Blinkit દ્વારા કરિયાણાનો ઓર્ડર આપે છે તેઓ હવે આ એપ્લિકેશન દ્વારા સરળતાથી પૈસાની લેવડદેવડ કરી શકશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X