NTPC ઇચ્છે છે વિનિવેશ પ્રક્રિયા માર્ચ પહેલા શરૂ થાય

એનટીપીસીના ચેરમેન અરૂપ રૉય ચૌધરીએ જણાવ્યું કે "આ માટેની રજૂઆત અંગે 15 ડિસેમ્બરના રોજ વિનિવેશ વિભાગ સાથે એક બેઠક યોજવામાં આવનાર છે."
ચૌધરીએ વિનિવેશ પ્રક્રિયા ક્યાં સુધીમાં શરૂ કરવામાં આવશે તેના જવાબમાં જણાવ્યું કે "વિનિવેશ પ્રક્રિયા ક્યારે શરૂ કરવી તેનો નિર્ણય લેવાનો અધિકાર વિનિવેશ વિભાગનો છે. જો કે અમે ઇચ્છીએ છે કે આ પ્રક્રિયા માર્ચ પહેલા શરૂ થાય અને માર્ચ સુધીમાં પૂરી થાય."
કેન્દ્ર સરકારે કંપનીમાં 9.5 ટકા હિસ્સાના વેચાણ માટે વ્યાવસાયિક બેંકો પાસે અરજી મંગાવી છે. આ માટેની પ્રક્રિયા નવેમ્બર મહિનામાં શરૂ કરવામાં આવી છે. સરકારને આશા છે કે આ પ્રસ્તાવિત વિનિવેશથી લગભગ 13,100 કરોડ રૂપિયા પ્રાપ્ત થશે.
ઉલ્લેખનીય છે કે વર્તમાનમાં એનટીપીસીમાં સરકારની હિસ્સેદારી 84.50 ટકા છે. વિનિવેશ બાદ સરકારનો હિસ્સો ઘટીને 75 ટકા રહેશે.












Click it and Unblock the Notifications
